Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

હવે દરેક ભારતીયોને મળશે સસ્તા ડેટા અને સસ્તા ફોન : જીઓ અને ગૂગલે મિલાવ્યા હાથ

જીયો અને ગુગલ એક અફોર્ડેબલ ફોન લાવશે : આ વર્ષના અંતમાં કેટલીક જાહેરાત કરવામાં આવશે

જીયો અને ગુગલ સાથે આવી ગયા છે. બંને સાથે મળી સસ્તા ફોન બનાવી રહ્યા છે. ફોનને સસ્તા ડેટા સાથે રજૂ કરવામાં આવશે. ગુગલે જીયો પ્લેટફોર્મમાં Googleના ઇન્ડિયા ડિજીટાઇજેશન ફંડમાં રોકાણ કર્યું છે, તેની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી હતી. આ વાતની જાણકારી એક વર્ચુઅલ કોન્ફ્રન્સના માધ્યમથી સીઈઓ સુંદર પિચાઇ દ્વારા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે જીયો અને ગુગલ એક અફોર્ડેબલ ફોન લાવવાને લઇ મહેનત કરી રહ્યા છે. જોકે ફોનની કિંમત કેટલી હશે અને તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે, તેની જાણકારી નથી આપવામાં આવી. તેમણે કોન્ફ્રન્સમાં એ વાતની પુષ્ટી જરૂર કરી તેમાં ડેટા સસ્તો હશે

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુગલે રિલાયન્સ જિયોમાં 7.7% ભાગીદારી ખરીદી છે. તેના માટે ગુગલે જિયોને 33,737 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. પિચાઈએ જણાવ્યું કે ગુગલ તેના 10 અબજ અમેરિકન ડોલરના ભારતીય ડિજીટાઇજેશન ફંડ (આઈડીએફ)થી રોકાણના નવા અવસરોની પણ શોધ કરી રહી છે અને આ વર્ષના અંતમાં કેટલીક જાહેરાત કરવામાં આવશે. પિચાઈએ જણાવ્યું કે મહામારીએ લોકોના જીવનમાં ટેક્નોલોજીનો મહત્વ વધાર્યો છે

ભારતના નવા ડિજીટલ નિયમો અંગે સુંદર પિચાઈએ જણાવ્યું કે ગુગલ સ્થાનિક કાયદાને માનવા માટે પ્રતિબદ્ધ છે. ગુગલ સતત સરકારના સંર્કમાં રહે છે, કારણ કે સરકાર ઝડપથી બદલાઇ રહેલી ટેક્નોલોજીની દુનિયા સાથે તાલ-મેલ રાખવા માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કરે છે.

(7:31 pm IST)