Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ઉત્તર પ્રદેશના સીનીઅર પોલીસ અધિકારી મણિલાલ પાટીદાર મહિનાઓ થી ગુમ : આ ઘણી ગંભીર બાબત છે : અલ્હાબાદ હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

અલ્હાબાદ : ઉત્તર પ્રદેશના સીનીઅર પોલીસ અધિકારી મણિલાલ પાટીદાર મહિનાઓ થી ગુમ હોવાથી એડવોકેટ ડો. મુકુટનાથ વર્માએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આ ઘણી ગંભીર બાબત છે  . જે બદલ હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો  માંગ્યો છે.તથા તેમની શોધખોળ માટે રાજ્ય સરકારે શું પગલાં ભર્યા તેની વિગત સાથેની એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ સૈયદ આફતાબ હુસેન રિઝવીની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે  મણિલાલ પાટીદાર ક્યાં છે અને તે મૃત છે કે જીવંત છે તે શોધી કાઢવાની જરૂર છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે  મણિલાલ પાટીદાર ઉત્તર પ્રદેશ રાજ્યના પોલીસ દળમાં હતા અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, મહોબાના ઉચ્ચ અધિકારી હતા. છેલ્લા કેટલાક મહિનાથી ગુમ થયેલી આવી વ્યક્તિ ગંભીર મુદ્દો છે .

કોર્ટને કહેવામાં આવ્યું હતું કે પાટીદાર ખાણ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા હતા. તેથી સરકારી વહીવટના અમુક વિભાગ સાથેના તેના સંબંધો  ખાટા થઈ ગયા હતા . અને તેમને  ખોટી રીતે અમુક  કેસોમાં સંડોવી દેવાયા હતા. કેસની આગામી મુદત  14 જૂન રાખવામાં છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:00 pm IST)