Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પ્લાસ્ટિકનો વપરાશ ઘટડાવા ઘાસમાંથી ફૂડ પેકેજિંગ બનાવ્યા

ડેન્માર્કના વૈજ્ઞાનિકોએ એક નવી સિદ્ધી મેળવી : વર્ષે ૧૦૦૦૦ ટનથી વધુ ટેકઅવે પ્લાસ્ટિક ફૂડ પેકેજિંગનો વપરાશ થાય છે, રિસાયકલ ન થવાથી પ્રકૃતિને નુકસાન

ડેન્માર્ક,તા.૨૯ : આજે વધી રહેલ પ્લાસ્ટિકનો વપરાશ અને તેનું રિસાયકલિંગ માથાના દુખાવા સમાન બન્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો વપરાશ સ્વાસ્થ્યની સાથે પર્યાવરણ માટે પણ કેટલો ખતરનાક છે. પરંતુ આજે સ્થિતિ એવી કે છે પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવન સાથે સંકળાઇ ગયું છે અને તેથી પ્રદૂષણની સ્થિતિ વધુ ગંભીર બની છે.

જોકે વૈજ્ઞાનિકો સતત પ્લાસ્ટિકના વિકલ્પો શોધવાના પ્રયાસો કરી રહ્યા છે. જેથી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી શકે. તેવામાં ડેન્માર્કના વૈજ્ઞાનિકોએ ક્ષેત્રમાં એક નવી સિદ્ધી મેળવી છે.

વૈજ્ઞાનિકોએ સિનપ્રોપેક પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક અને ખતરનાક કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવા ઘાસ આધારિત ફૂડ પેકેજિંગ ટેક્નોલોજી વિકસાવી છે. સંશોધનકારોનું લક્ષ્ય કિલોટન ઘાસ ફાઇબર આધારિત પેકેજિંગ સાથે ૧૦ કિલોટન રિસાયકલિંગ પ્લાસ્ટિક પેકેજિંગને બદલીને આશરે ૨૧૦ કિલોટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાનું છે.

ડેન્માર્કમાં દર વર્ષે ૧૦,૦૦૦ ટનથી વધુ ટેકઅવે પ્લાસ્ટિક ફૂડ પેકેજિંગનો વપરાશ થાય છે. જે રિસાયકલ થવાથી પ્રકૃતિને ખૂબ નુકસાન થાય છે. ડેનિશ ટેક્નોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર ડિરેક્ટર એને ક્રિસ્ટીન સ્ટિક્નજેરે ઘાસમાંથી બનેલ પેકેજિંગના વપરાશ પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, પેકેજિંગ ૧૦૦ ટકા બાયોડિગ્રેડેબલ છે, એટલે કે જો કોઇ તેને કચરા તરીકે ફેંકશે તો તે સડી જશે.

સંશોધનકારો માત્ર ઘાસ પર આધાર નથી રાખી રહ્યા. પરંતુ તેઓ અન્ય ફાઇબર સ્ત્રોત તરીકે ક્લોવર પર પણ સંશોધન કરી રહ્યા છે. જેનો ઉપયોગ ભવિષ્યમાં બાયોરિફાઇનરીઝમાં બાયોમાસ તરીકે કરી શકાય. વધુ ફાઇબર અને ઓછુ પ્રોટીન ધરાવતી કાળી માટી પણ બી બાયોમાસનો ખૂબ સારો સ્ત્રોત બની શકે છે.

આર્હસ યુનિવર્સીટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજીકલ એન્ડ કેમિકલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર મોર્ટન એમ્બે જેન્સેનના જણાવ્યા અનુસાર, તેઓ ઘાસની લણણી કર્યા બાદ સેલ્યુલોઝ માટે ઘાસ ફાઇબરને શુદ્ઘ કરી અને તેનો પલ્પ તૈયાર કરશે અને પશુઓના ખોરાક માટે પ્રોટીન કાઢશે. બાયોરિફાઇનિંગ માટે એક ખૂબ સારી તક્નીક છે, કારણ કે બધા ઘાસના ફાઇબરને પશુઓના ખોરાક તરીકે ઉપયોગમાં લઇ શકાય નહીં.

ગ્રીન બાયોમાસ અને ગ્રીન બાયો રિફાઇનિંગની વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધિ પ્રોટજેક્ટને સરકાર અને વેપાર બંને માટે મહત્વની બનાવે છે. ગ્રીન ડેવલપમેન્ટ એન્ડ ડેમોસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત ડેનિશ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી દ્વારા પ્રોજેક્ટને ,૪૦,૦૦૦ યુરો (રૂ. ,૮૮,૩૮,૮૦૦)નું ફંડ મળ્યું છે.

પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩ સુધીમાં પુરો થાય તેવી શક્યતા છે. જ્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું હતું, ત્યારે ટેક્નિક વિકસાવવામાં આવી હતી. ૨૦૨૦માં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર દર મિલિયને . થઇ ગયું હતું. જે છેલ્લા ૬૦ વર્ષમાં નોંધાયેલ સૌથી ઉચ્ચતમ સ્તર છે.

(8:37 pm IST)