Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ફંગસ ઠંડા વિસ્તારમાં ૩૫૦૦ મીટરની ઊંચાઇ પર દેખાય છે

લોકો ફંગસ ૧૦ લાખમાં ખરીદે છે : મોંઘી ફૂગને હિમાલયમાં કીડાજડી, યારશાંગુબા કહેવાય છે ઘણાં લોકો તેને હિમાલયન વિયાગ્રા તરીકે ઓળખે છે

નવી દિલ્હી,તા.૨૯ : દુનિયામાં સમય એવો છે કે, ભલભલા ફંગસનું નામ સંભળીને ડરી જાય છે. બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસનો દુનિયા ભરમાં આતંક છે. કોરોનાની સારવાર બાદ લોકોમાં ફંગસનો પ્રકોપ જોવા મળ્યો છે. અને તેનાંથી મોતનાં આંકડાંમાં પણ વૃદ્ધિ થઇ ગઇ છે. પણ શું આપ જાણો છો દુનિયામાં એક એવી ફંગસ છે જેને ખરીદવા લોકો પાણીની જેમ પૈસા વહાવે છે.

તેને દુનિયાની સૌથી મોંઘી ફંગસ માનવામાં આવે છે. માર્કેટમાં ફંગસ ૧૦ લાખ રૂપિયે કિલો વેચાય છે. દુનિયાની સૌથી મોંઘી ફૂગને ભારતનાં હિમાલયમાં કીડાજડી અને યારશાંગુબા કહેવાય છે ઘણાં લોકો તેને હિમાલયન વિયાગ્રા તરીકે પણ ઓળખે છે. જોકે અંગ્રેજીમં તેને કેટરપિલર ફંગસ કહેવાય છે.

દુનયાનાં ઘણાં દેશો, ખાસ કરીને ચીનમાં તેની ભારે માંગ છે. તેનાં ઔષધીય ગુણોને કારણે ફંગસની ખરીદી થાય છે. પણ ફંગસ ફક્ત ખાસ વિસ્તારમાં થાય છે. ફંગસ ઠંડા વિસ્તારમાં ૩૫૦૦ મીટરની ઉંચાઇ પર જોવા મળે છે. કેટરપિલર ફંગસ ઉચાઇવાળા વિસ્તારમાં થાય છે. ભારતનાં હિમાલયી ક્ષેત્ર ઉપરાંત નેપાળ, ચીન અને ભૂટાનનાં ઉંચાઇવાળા વિસ્તારમાં પણ ફંગસ ઉગી નીકળે છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં.

 ઉત્તરાખંડનાં પિથૌરગઢ, ચમોલી અને બાગેસ્વરમાં તે ઉગી નીકળે છે. તેનાં ઉછેરનો ઉપાય ઘણો અલગ છે. જ્યારે મેથી જુલાઇની વચ્ચે પર્વતો પરથી બરફ ઓગળવા લાગે છે ત્યારે સરકાર કેટલાંક લોકોને ભાડે લે છે. અને લોકો ઉંચાઇ પર જઇને ફંગસ ભેગી કરે છે. તેને ભેગી કરવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગે છે.

ત્યાં સુધી લોકો ઉચાઇ વાળા ક્ષેત્રમાં રહે છે. ફંગસ આમ તો સરકાર દ્વારા દવામાં લેવામાં આવે છે. તેનાં સેવનથી સેક્સ સંબંધી બીમારી દૂર થાય છે. સાથે ઘણાં પ્રાકરનો ફિઝિકલ વિકાર પણ દૂર થાય છે. પણ ચીનમાં ઘણાં લોકો તેની કાળાબજારી કરે છે. ઘરમાં પકવે છે દવાની જગ્યાએ તેની જાત ભાતની ડિશ બનાવે છે.

જોકે, કોરોના અને ઘણાં પ્રકારનાં બોર્ડર વિવાદને કારણે ફંગસનો ચીનની સાથે વેપાર પર અસર પડ્યો છે. સાથે ૧૫ વર્ષથી વાતાવરણમાં આવેલાં બદલાવને કારણે તેની ઉપજમાં પણ ૩૦ ટકાનો ઘટાડો થયો છે. ફંગ્સ ઘણું ઓછુ ઉગે છે. તે કારણે તેને આઈયુસીએનએ તેનું નામ સંકટ ગ્રસ્ત પ્રજાતીઓમાં મુકી દીધુ છે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં આવેલાં બદલાવની તેની ઉપજ પર અસર પડી છે. એક ખાસ પ્રકારની જંગલી કેટરપીલ્સને મારી તેની ઉપર ઉગે છે.

(8:38 pm IST)