Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કેનેડાની બંધ પડેલી એક સ્કૂલમાં 215 બાળકોની લાશ મળતા ખળભળાટ

1890 થી 1969 ની વચ્ચે સ્કૂલ ચાલતી હતી

 

કેનેડા સરકારના એક અધિકારીએ જણાવ્યું કે જમીનની આરપાર જોઈ શકાય તેવી રડાર દ્વારા આ લાશોની જાણકારી મળી છે. તેમણે કહ્યું કે હજુ પણ વધારે લાશો મળવાની સંભાવના છે. સ્કૂલ પરિસરમાં રહજુ તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે કેમલ્પૂસ ઈન્ડીયન રેસિડેન્સિયલ સ્કૂલમાં જે ક્રૂર ઘટના સર્જાઈ છે તે તો અકલ્પની છે. ટ્રુથ એન્ડ રિકન્સિલેશન કમિશને પાંચ વર્ષ પહેલા સંસ્થાનમાં બાળકો સાથે થયેલા દુવ્યવહાર પર વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો.

તેમાં જણાયું કે દુર્વવ્યવહાર અને લાપરવાહને કારણે ઓછામાં ઓછા 3200 બાળકોના મોત થયા છે તેમાં જણાવાયું કે 1915 થી 1963 ની વચ્ચે 51 બાળકોના મોત થયા હતા. બ્રિટિશ કોલંબિયાના પ્રમુખ જોન હોરગાને જણાવ્યું કે આ ઘટનાની ખબર પડતાં હું ભયભીત અને દુખી છું. કેમલ્પૂસ સ્કૂલ 1890 થી 1969 ની વચ્ચે ચાલતી હતી પછી તેને બંધ કરી દેવાઈ હતી. ત્યાર બાદ સંઘીય સરકારે કેથોલિક ચર્ચે તેનું સંચાલન હાથમાં લીધું હતું.

(10:39 pm IST)