Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ: પીએમ મોદીએ નીતિનભાઈ પટેલને કેન્દ્રમાં આપી જવાબદારી:આઠ સભ્યોની ટીમમાં સમાવાયા

'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ' કોવિડ રસી, દવાઓ અને તેની સારવાર, ટેસ્ટિંગ કીટ્સ, મેડિકલ ગ્રેડ ઓક્સિજન , પલ્સ ઓક્સિમીટર, સેનિટાઇઝર્સ, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ-જનરેટર્સ- વેન્ટિલેટર્સ, પીપીઈ કીટ્સ, N 95 માસ્ક્સ, સર્જીકલ માસ્ક્સ, થરમૉમિટર્સ સહિતની સાંભળશે

નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની 28 મે, 2021ના રોજ મળેલી 43મી બેઠક બાદ કેન્દ્ર સરકારે કોવિડની સારવારને સંલગ્ન ચીજવસ્તુઓની ખરીદીમાં 'ગુડ્સ અને સર્વિસ ટેક્સ' (GST) માં રાહત આપવા કન્વીનર સહીત 08 સભ્યોના 'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ' ની સમિતિ બનાવી છે.

ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 29 મૅ, 2021ના રોજ એક નિવેદન જારી કરીને કોવિડ-19 ની સારવાર માટે જરૂરી તબીબી ચીજવસ્તુઓની ખરીદી ઉપર 'ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ' (જીએસટી) માં ઉચિત રાહત આપવાના હેતુસર મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગમાના કન્વીનર પદે 'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ' (GoM)ની રચના કરવામાં છે. આ સમિતિમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણા-આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં કન્વીનર સહીત કુલ 08 સભ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં GST Council ની તા.28 મૅ, 2021ના રોજ મળેલી 43મી બેઠક બાદ કેન્દ્ર સરકારે કોવિડની સારવારને સંલગ્ન ચીજવસ્તુઓની ખરીદીમાં 'ગુડ્સ અને સર્વિસ ટેક્સ' (GST) માં રાહત આપવા કેન્દ્રીય નાણા મંત્રાલયે કન્વીનર સહીત 08 સભ્યોના 'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ' ની સમિતિની તા.29 મૅ, 2021ના રોજ એક નિવેદન જારી કરીને જાહેરાત કરી હતી.

આ 'ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ' કોવિડ રસી, દવાઓ અને તેની સારવાર, ટેસ્ટિંગ કીટ્સ, મેડિકલ ગ્રેડ ઓક્સિજન , પલ્સ ઓક્સિમીટર, સેનિટાઇઝર્સ, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ-જનરેટર્સ- વેન્ટિલેટર્સ, પીપીઈ કીટ્સ, N 95 માસ્ક્સ, સર્જીકલ માસ્ક્સ, થરમૉમિટર્સ સહિતની ચીજવસ્તુઓની ખરીદીમાં જીએસટીમાં રાહત આપવાની જરૂરિયાત છે કે નહિ તે અંગેની જરૂરિયાત ચકાસીને તેમની ભલામણો રજુ કરશે.

(10:52 pm IST)