Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ દિલ્હીમાં કર્ફ્યૂ 7 જૂન સવારે પાંચ વાગ્યા સુધી લંબાવી દીધુ

જરૂરી સેવાને બાકાત કરતા બધુ બંધ રહેશે: કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર, ઔદ્યોગિક વિસ્તારમાં કંસ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ એકમોમાં સંચાલનને મંજૂરી

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસથી કોરોના સંક્રમિક લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે ડીડીએમએ દિલ્હીમાં લોકડાઉન લંબાવી દીધુ છે.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ દિલ્હીમાં કર્ફ્યૂ સાત જૂન સવારે પાંચ વાગ્યા સુધી આગામી સુધી લંબાવી દીધુ છે. આ દરમિયાન દિલ્હીમાં જરૂરી સેવાને બાકાત કરતા બધુ બંધ રહેશે. આ ઉપરાંત કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર, ઔદ્યોગિક વિસ્તારમાં કંસ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ એકમોમાં સંચાલનને મંજૂરી આપવામાં આવી છે.

(11:04 pm IST)