Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

વિયતનામમાં ભારત અને બ્રિટનમાં મળેલા સ્ટ્રેનનો હાઇબ્રિડ કોરોના વેરિએન્ટ મળ્યો

વૈજ્ઞાનિકોએ સંક્રમિત થયેલા કેટલાક દર્દીઓના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ કર્યા

હનોઈઃ વિયતનામમાં કોરોના વાયરસનો એક નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. આ ભારત અને બ્રિટનમાં મળેલા વાયરસના સ્ટ્રેનનો હાઇબ્રિડ વેરિએન્ટ એટલે કે બન્નેને મળીને બન્યો છે. વિયતનામના સ્વાસ્થ્ય મંત્રી ગુયેન ટી. લોંગે શનિવારે કહ્યુ કે, વૈજ્ઞાનિકોએ હાલમાં સંક્રમિત થયેલા કેટલાક દર્દીઓના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ કર્યા હતા. તેમાં નવા વેરિએન્ટની જાણકારી મળી છે.


લેબ રિપોર્ટમાં તેના બીજા અન્ય વેરિએન્ટના મુકાબલે વધુ ઝડપથી ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક યાદી જાહેર કરી છે, જેમાં દુનિયામાં મળેલા કોરના વાયરસના ચાર સ્ટ્રેનને 'વેરિએન્ટ ઓફ કન્સર્ન' ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેમાં બ્રિટન અને ભારતમાં મળેલા વેરિએન્ટની સાથે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં મળેલા બે વેરિએન્ટ પણ સામેલ છે.

(11:39 pm IST)