Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

વિયેતનામમાં હવામાં ઝડપથી ફેલાતો ભારતીય અને યૂકે કોવિડ-19 વેરિયન્ટ મળતા ખળભળાટ

વિયતનામના ભારત અને યૂકેમાં મળેલ બે વેરિયન્ટથી મળી એક નવો હાઇબ્રિડ કોવિડ-19 વેરિયન્ટ શોધાયો

નવી દિલ્હી : કોરોનાના નવા વેરિયંટ ચિંતા વધારી છે  વિયતનામના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, કોરોના વાયરસના એક નવા વેરિયન્ટન શોધી કાઢવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, આ ભારતીય અને યૂકે કોવિડ-19 વેરિયન્ટનો એક સંયોજક છે અને તે હવામાં ખુબ જ જડપી ફેલાય છે.

 એજન્સી અનુસાર, સ્વાસ્થ્ય મંત્રી ગુયેન થાન લોંગે તેને બે વેરિયન્ટનો સંયોજક બતાવતા કહ્યું કે, વિયતનામના ભારત અને યૂકેમાં મળી આવેલ બે વેરિયન્ટથી મળી એક નવો હાઇબ્રિડ કોવિડ-19 વેરિયન્ટ શોધાયો છે.

 

તેમણે જણાવ્યું કે, આ વેરિયન્ટે ચિંતા વધારી નાંખી છે. કારણ કે, આ અન્ય બે વેરિયન્ટ કરતા વધુ ઝડપી હવામાં ફેલાય છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ખુબ જ જલ્દી આ વેરિયન્ટ વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવશે. જોકે આ મામલે WHO તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જાણકારી અનુસાર વિયતનામમાં આ પહેલા સાત વેરિયન્ટ દેખાઇ ચૂક્યા છે. જેમા ભારત અને બ્રિટેનમાં મળેલા વેરિયન્ટ પણ સામેલ છે. ભારતમાં મળેલ કોરોના વેરિયન્ટવને B.1.617.2, જ્યારે બ્રિટેનમાં મળેલ વેરિયન્ટને B.1.1.7 નામ આપવામાં આવેલ છે.

જણાવી દઇએ કે, ગત વર્ષે વાસરસ પર સફળતાપૂર્વક નિયંત્રણ કર્યા બાદ, વિયતનામ આ વર્ષે એપ્રિલના અંતથી સંક્રમણમાં વૃદ્ધિ સામે ઝઝૂમી રહ્યો છે. એજન્સી અનુસાર એપ્રિલના છેલ્લા સપ્તાહમાં વિયતનામના 63માથી 31 શહેરોમાં કોરોનાના 3600 મામલા સામે આવ્યા હતા, જે આખા દેશના કુલ કોરોના મામલોના 50 ટકા છે.

(11:48 pm IST)