Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

અલીગઢમાં લઠ્ઠાકાંડ :અત્યાર સુધી મૃત્યુઆંક 46 થયો : હજીપણ મોતનો આંકડો વધી શકે

અલીગઢમાં ઝેરી દારૂ પીતાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો શનિવારે સાંજે 6 કલાકે મરનારાઓની સંખ્યા 46 થઇ ગઇ છે ,જ્યારે 35 મૃતદેહના પોસ્ટમોર્ટમ થઇ ગયા છે અને હજી પણ પોસ્ટમોર્ટમની પ્રક્રીયા ચાલુ છે. બપોર સુધી 22 લોકોના મોત થયાં છે. ઝેરી દારૂના લીધે આ લઠ્ઠાકાંડ સર્જાયો હતો.

28 મે 2021 ના શુક્રવારના દિવસોમાં ખૂબ જ ભયાવહ દિવસ રહ્યાે હતો ઝેરી દારૂ પીતાં મોતનો તાંડવ મચ્યો હતો અનેક લોકોના મોત થયાં હતાં સમગ્ર પંથકમા હાહાકાર મચાઈ ગયો હતો. ઝહેરીલી દારૂ પીતાં અનેક લોકોના મોત થયા હતા અત્યાર સુધી 46 લોકોના મોત નિપજ્યાં છે અને હજીપણ મોતનો આંકડો વધી શકે છે.શનિવારે જિલ્લા અધિકારીએ પુષ્ટી કરી હતી કે બપોર સુધી 22 વ્યક્તિઓના મોત થઇ ગયાં છે. આ ઝહેરીલી દારૂની જાણ શુક્રવારે 8 કલાકે કરસુવા ગામ અને અંડલા ગામમાંથી મળી હતી. આ જિલ્લાના ડીએમ સહિત ડીઆઇજી ઘટના સ્થળે પહોચ્યા હતા અને બિમાર લોકોને સત્વરે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં.

પિસાવા વિસ્તારના ગામોના લગ્નપુરમાં એક મહિલાનો સહિત પાંચ લોકોના મોત થયાં હતા અને માદક અને કસ્બા ઝટ્ટારીમાં ચાર લોકોના પણ મોત થયાં છે.. લોધાની કરસુઆ બોટલિંગ પ્લાન્ટની બહાર એક ટ્રક ચાલકનું પણ મૃત્યુ થયું છે.. આ ઘટાની જાણ થતાં પાલીસ સત્વરે ઘટના સ્થળે પહોંચીને બિમાર લોકોને હોસ્પિટલમાં મોકલી રહ્યા હતાં.બપોરના 3 વાગ્યા સુધીમાં મૃતકોની સંખ્યા 42 પર પહોંચી ગઈ હતી. સાંજનાં છ વાગ્યા સુધીમાં મૃત્યુઆંક 46 પર પહોંચી ગયો હતો. અહીં પોસ્ટમોર્ટમ સેન્ટરમાં 35 મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાકીનું પોસ્ટ મોર્ટમ પ્રક્રીયા ચાલુ હતી. ડીએમ ચંદ્રભૂષણસિંહે બપોરના 2 વાગ્યા સુધીમાં 22 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

(12:40 am IST)