Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ભાજપ બાદ કોંગ્રેસે રાજ્યસભાના 10 ઉમેદવારના નામ કર્યા જાહેર,

રાજીવ શુકલા .અજય માંકન, જયરામ રમેશ,રણદીપ સુરજેવાલા,મુકુલ વાસનિક અને પી,ચિદમ્બરમને ઉમેદવાર બનાવ્યા

નવી દિલ્હી :  ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ પણ રાજ્યસભાના 10 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. રાજસ્થાનમાંથી સૌથી વધુ ત્રણ અને છત્તીસગઢમાંથી બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાવા જઈ રહી છે.

આ અગાઉ ભાજપે મધ્ય પ્રદેશમાંથી કવિતા પાટીદાર, કર્ણાટકમાંથી નિર્મલા સીતારામન અને જગ્ગેશ, મહારાષ્ટ્રમાંથી પીયૂષ ગોયલ અને ડૉ.અનિલ સુખદેવરાવ, રાજસ્થાનમાંથી ઘનશ્યામ તિવારી, ઉત્તર પ્રદેશમાંથી લક્ષ્મીકાંત બાજપાઈ, રાધા મોહન અગ્રવાલ, સુરેન્દ્રસિંહ નાગર, બાબુરામ નિષાદ, દ્રષ્ટીસિંહ નીશાન, પી. સંગીતા. યાદવ, ઉત્તરાખંડમાંથી કલ્પના સૈની, બિહારમાંથી સતીશ ચંદ્ર દુબે, શંભુ શરણ પટેલ અને હરિયાણામાંથી ક્રિષ્ન લાલ પંવારને મેદાનમાં ઉતાર્યા છે.

(11:47 pm IST)