Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

આજે પણ વધ્યા પેટ્રોલ - ડિઝલના ભાવ

પેટ્રોલમાં ૨૯ પૈસા તો ડિઝલમાં ૨૪ પૈસા વધ્યા

નવી દિલ્હી તા. ૨૯ : કાચા તેલમાં સતત તેજી જોવા મળી રહી છે. કાચા તેલની કિંમતોની અસર સ્થાનિક માર્કેટમાં પણ જોવા મળી રહી છે. એક દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો જોવા મળ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં આજે ૨૯ પૈસાનો વધારો કર્યો છે અને ડીઝલની કિંમતમાં ૨૪ પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલની કિંમત ૯૮.૮૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે.

દિલ્હી- પેટ્રોલ ૯૮.૮૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૧૦૪.૯૦ રૂપિયા અને ડીઝલ ૯૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૯.૮૦ રૂપિયા અને ડીઝલ ૯૩.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૮.૬૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૦૩ રૂપિયા પ્રતિ લીટર છે. જયપુર- પેટ્રોલ ૧૦૫.૫૪ રૂપિયા અને ડીઝલ ૯૮.૨૯ રૂપિયા પ્રતિ લીટર છે. લખનઉ- પેટ્રોલ ૯૫.૯૭ રૂપિયા અને ડીઝલ ૮૯.૫૯ રૂપિયા પ્રતિ લીટર છે. ભોપાલ- પેટ્રોલ ૧૦૭.૦૭ રૂપિયા અને ડીઝલ ૯૭.૯૩ રૂપિયા પ્રતિ લીટર છે. પટના- પેટ્રોલ ૧૦૦.૮૧ રૂપિયા અને ડીઝલ ૯૪.૫૨ રૂપિયા પ્રતિ લીટર છે.

૪ મે બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. સમયાંતરે થઈ રહેલા ભાવવધારાના કારણે દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ અને ૧૦૫ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. તેમાં જૈસલમેર, શ્રીગંગાનગર, હૈદરાબાદ, બંસવાડા, ઈન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુરશ, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગા, મુંબઈ, રત્નાગિરી, ઔરંગાબાદ, પટના અને લેહ પણ સામેલ છે.

(10:00 am IST)