Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

આઇટી વિવાદ અંગે સંસદીય સમિતિની બેઠક : ગુગલ-ફેસબુકના અધિકારીઓ પણ હાજર રહેશે

સંસદ ભવન એનેક્સી ખાતે મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાયી સમિતિએ ફેસબુક અને ગુગલના પ્રતિનિધિઓને બેઠક માટે બોલાવ્યા

નવી દિલ્હી : નવા આઇટી નિયમોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ભારત સરકાર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે જે અંતર્ગત માહિતી અને તકનીકી મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિએ બેઠક બોલાવી છે. જે અંતર્ગત સાંજે 4 વાગ્યે સંસદ ભવન એનેક્સી ખાતે યોજાશે, જેમાં ફેસબુક અને ગુગલના અધિકારીઓ હાજર રહ્યા હતા . બેઠકની આ સમિતિના સભ્યો જેમાં માહિતી અને તકનીકી મંત્રાલયના અધિકારીઓ હાજર રહેશે.

સંસદની માહિતી ટેકનોલોજી અંગેની સ્થાયી સમિતિએ ફેસબુક અને ગુગલના પ્રતિનિધિઓને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. બેઠકમાં નકલી સમાચારો અથવા અફવાઓ પર કાબૂ મેળવવા, સોશિયલ મીડિયા ઓનલાઈન પ્લેટફોર્મના દુરૂપયોગને રોકવા, નાગરિકોના હિતોને સુરક્ષિત કરવા જેવા તમામ મુદ્દા શામેલ હોઈ શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના સભ્ય શશી થરૂર સમિતિના અધ્યક્ષ છે, જેમાં 31 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સમિતિ અને ફેસબુક, ગુગલ અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા સાઇટ્સના પ્રતિનિધિઓ વચ્ચે બે બેઠકો યોજાઈ હતી . જેમાં પહેલી મીટિંગ 18 જૂને અને બીજી મીટિંગ 20 મી જૂને મળી હતી

(12:10 pm IST)