Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કેન્દ્રમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, કાલે સાંજે પ્રધાનમંડળની બેઠક, વિસ્તરણ નજીકમાં, સી આર પાટીલના સમાવેશની ભારે ચર્ચા, આઠ રાજ્યોના સાંસદોને પ્રતિનિધિત્વ મળે તેવી સંભાવના : આજે સાંજે નરેન્દ્રભાઈ, રાજનાથસિંહ અને અમિતભાઈની અતિ મહત્વની બેઠક, પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ તરફથી ડ્રોન હુમલાનો નવો ખતરો સર્જાતાં કેન્દ્ર સાબદુ : શ્રીનગરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સહિત બે આતંકીઓને ફૂંકી માર્યા : સતત બીજા દિવસે જમ્ મુ પંથકમાં ભેદી ડ્રોન ઝબક્યા, સુરક્ષા દળોએ તાબડતોબ ફાયરિંગ કરી તગેડી મૂક્યા : ઇંગ્લેન્ડમાં કોરોનાનો ફરી હાહાકાર, અચાનક કોરોનાના કેસોમાં ડબલ વધારો, ડેલ્ટા વેરીએન્ટે ખળભળાટ સર્જ્યો ત્રીજો વેવ શરૂ થઈ ગયાની આશંકા : રાજ્યના ૨૪ જિલ્લાના ૧૨૬ તાલુકામાં ઝરમર થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ : આજે પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઠપકાર્યો, પ્રજાને ફરી નવો ડામ : જાણીતા પીઢ પત્રકાર ઉષાકાંત માંકડનું અવસાન : પૂજય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ દેવલોક પામ્યા, વિજયભાઈએ શ્રદ્ધાજલી આપી..

(1:12 pm IST)