Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કપડા ધોતી વખતે દુર્ઘટનાઃ કૃષ્ણા નદીમાં ૪ સગા ભાઇઓ ડુબ્યા

બેલગાવી, તા., ર૯: પાણીના ધસમસતા પ્રવાહને કારણે થયેલી દુર્ઘટનામાં ૪ સગા ભાઇઓ તણાઇ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ બેલગાવી જીલ્લાના અથમી તાલુકાના હરીયાલ ગામની ઘટના છે.પોલીસ અને એનડીઆરએફની ટીમો ચાર સગાભાઇઓની શોધખોળ કરી રહી છે. સોમવારે સવારે પરીવારના લોકો કૃષ્ણા નદીમાં કપડા ધોઇ રહયા હતા. એ દરમિયાન પાણીનો પ્રવાહ ઓચીંતા વધતા એક ભાઇ તણાયો હતો. જેને બચાવવાની કોશીષમાં એક પછી એક ત્રણ તણાયા હતા. પોલીસ અધિક્ષક લક્ષમણ નિમ્બર્ગીએ કહયું હતું કે કોઇ ધાર્મિક અનુષ્ઠાન અંતર્ગત ચારે ભાઇઓ કપડા ધોવા કે ડુબકી લગાવવા ગયા હતા. ચારેય ભાઇઓની ઉંમર ર૦ થી ૪૦ ની વચ્ચે હતી.

(1:26 pm IST)