Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મહારાષ્ટ્ર સરકારની સિદ્ધિ:મુંબઈમાં માત્ર 35 દિવસમાં જ તૈયાર કરી 2170 બેડની વિશાળ કોવીડ હોસ્પિટલ

મુંબઈના મલાડમાં 35 દિવસમાં ઊભી કરાયેલ કોવિડ હૉસ્પિટલ જર્મન ટેક્નોલોજી પર આધારિત :હૉસ્પિટલમાં 70 ટકા બેડ ઓક્સિજન સપ્લાયવાળા :384 બેડ આઇસોલેશન રુમ પણ બનાવાયા : બાળકો માટે 42 આઇસીયૂ બેડ :240 સીસીટીવી લગાવાયા

મુંબઈ :દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર ચિંતાનો વિષય બન્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ નવી હૉસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવાઓ સ્થાપિત કરાઈ રહી છે. આ યોજના હેઠળ જ મુંબઈમાં માત્ર 35 દિવસની અંદર 2170 બેડની એક વિશાળ કોવિડ હૉસ્પિટલને તૈયાર કરાઈ છે .

મુંબઈના મલાડમાં 35 દિવસમાં ઊભી કરવામાં આવેલી કોવિડ હૉસ્પિટલ જર્મન ટેક્નોલોજી પર આધારિત છે. તે ફાયરપ્રૂફ અને ઇકો-ફ્રેન્ડલી છે. આ હૉસ્પિટલમાં 70 ટકા બેડ ઓક્સિજન સપ્લાયવાળા છે. તેની સાથે જ 384 બેડ આઇસોલેશન રુમ પણ તેમાં બનેલા છે.

આ હૉસ્પિટલમાં 42 આઇસીયૂ બેડ બાળકો માટે અલગથી ઊભા કરવામાં આવ્યા છે. તેની સાથે જ 20 બેડ ડાયાલિસિસ માટે છે. આ હૉસ્પિટલની કામગીરી પર નજર રાખવા માટે 240 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આ હૉસ્પિટલને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં મુંબઈ વિકાસ પ્રાધિકરણ તરફથી BMCને સોંપવામાં આવી છે.

આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપતા ટ્વીટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એમએમઆરડીએ દ્વારા મલાડમાં નિર્મિત મોટી કોવિડ હૉસ્પિટલ ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં બીએમસીને સોંપવામાં આવી છે. આ 2170 બેડવાળી હૉસ્પિટલમાં ઓક્સિજન બેડ, આઇસીયૂ, પિડિયાટ્રિક આઇસીયૂ, ડાયાલિસિસ અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે.

(1:28 pm IST)