Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કેનેડામાં કાળઝાળ ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો : તાપમાન 45 ડિગ્રીએ પહોંચતા લોકો તોબા પોકારી ગયા

અતિશય ગરમીનો પ્રકોપ અને તડકાના કારણે ઘણી સ્કૂલો અને ઓફિસમાં રજા જાહેર

કેનેડામાં કેટલાક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ભારે ગરમીનો અનુભવ થયો હતો. મળતી માહિતી મુજબ , કેનેડામાં આજે જે તાપમાન નોંધાયું હતું તે આજથી ૧૦૦ વર્ષ પહેલાં પણ આટલું જ ઉચ્ચ તાપમાન નોંધાયું હતું.

૧૦૦ વર્ષ બાદ અતિશય ગરમીના ત્રાસને લોકો સહન કરી રહ્યા છે. આમ, કેનેડામાં મોટા ભાગે ઠંડીનો જોર વધારે જોવા મળતો હોય છે જેના કારણે ત્યાંના લોકોના ઘરોમાં એરકન્ડીશનર એટલા લગાવેલા હોતા નથી. પરંતુ, આજે અતિશય ગરમી પડી જતાં લોકોએ એરકન્ડીશનર નો સહારો લીધો હતો.

એટલુજ નહિ અતિશય ગરમીનો પ્રકોપ અને તડકાના કારણે ઘણી બધી સ્કૂલો અને ઓફિસમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવાઈ હતી. અને લોકોને પોતાના જ ઘરમાં રહેવાનું અપીલ કરાતા લોકોએ પોતાના ઘરમાં જ ઠંડક મળે તે માટેના વિકલ્પો ઉપલબ્ધ કર્યા હતા.

(12:34 am IST)