Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અમિતભાઈ કોરોનાથી સાજા થયા બાદ પહેલી વાર ઓફિસ પહોંચ્યાઃમહત્વના મુદ્દાઓ ઉપર બેઠક યોજી

નવી દિલ્હી,તા. ૨૯: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે સોમવારે પોતાના મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક કરી. આ બેઠકમાં ગૃહ મંત્રીએ ઘણા મહત્વપૂર્ણ અને પ્રમુખ મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી. અમિત શાહ સારવાર બાદ એમ્સમાંથી રજા આપ્યા પછી પહેલી વાર કોઇ બેઠકની અધ્યક્ષતા માટે પોતાના નોર્થ બ્લોક સ્થિત પોતાની ઓફીસે આવ્યાં હતા. આ બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને અન્ય વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શાહ કોરોના સંક્રમિત થયા હતા, ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.

જો કે થોડા દિવસ પછી અમિતભાઈને ફરી શ્વાસ લેવામાં તકલીફ થતાં એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા, ત્યાર બાદ તેઓને ૧૭ સપ્ટેમ્બરના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.

(12:50 pm IST)