Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

૨૦ લાખ રૂપિયાની હોમ લોન પર થશે ૩ લાખ સુધીની બચત

ડ્રિમ હોમઃ સસ્તું ઘર ખરીદવાનો મોકો, ૧૫ વર્ષના સૌથી નીચલા સ્તર પર વ્યાજ

નવી દિલ્લી,  તા.૨૯:તહેવારની સિઝનને જોતા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બેન્કોએ હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. બેન્કોના વ્યાજ દર વર્ષના ૬.૫ ટકાથી શરુ થઇ રહ્યા છે. ગત ૧૫ વર્ષોમાં હોમ લોનના વ્યાજ દરોમાં આ સૌથી ઓછો વ્યાજ દર છે. આટલું ઓછુ વ્યાજ દર ૨૦૦૨ - ૨૦૦૬ દરમિયાન હતું.  હાલમાં ૨૦ વર્ષોના હોમ લોન પર પ્રતિ લાખ રૂપિયાના ઇએમઆઇ ૭૫૭ રૂપિયાથી શરૂ થઇ રહ્યું છે, જે ૨૦ લાખના લોન પર ૧૫,૧૪૦ રૂપિયા થશે. આ ૨ રૂમના ભાડા જેટલું છે.

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ રાજન બાંડેલકરે રાજસ્થાન પત્રિકાને જણાવ્યું કે, માની લ્યો કે ગ્રાહકે ૨૦ વર્ષની અવધિની સાથે  ૨૦ લાખ રૂપિયાની હોમ લોન લીધી. હાલમાં વર્ષનો વ્યાજદર ૭ ટકા છે.  જો ગ્રાહક અન્ય લેન્ડર પર સ્વીચ કરે છે જે ૬.૫ ટકા ઓફર કરી રહ્યા છે તો ગ્રાહક કુલ ૨.૯૬ લાખ રૂપિયા બચાવી શકે છે.

કયારે સ્વિચ કરવી લોન

બેન્ક બજારના સીઈઓ આદિમ શેટ્ટીના જણાવ્યા અનુસાર, નવી હોમ લોન હાલના વ્યાજ દરથી લગભગ ૨૫ - ૫૦ બેસીસ પોઇન્ટ સસ્તી છે તો લોનને રિફાઇનાન્સ કરવી ફાયદેમંદ છે.

 લોન રિફાઇનાન્સ કરાવવા પર ફાયદો

જો પહેલાથી જ હોમ લોન ચાલી રહી છે તો ઓછા વ્યાજ દરનો ફાયદો ઉઠાવી શકાય છે. આદિલ શેટ્ટીએ જણાવ્યું કે,  કેટલીક બેન્કોએ બેલેન્સ ટ્રાન્સફર કરવા અને લોન રિફાઇનાન્સ માટે પણ હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. એવામાં હોમ લોન સ્વીચ કરવાનો સારો સમય છે. જો કે લોન રિફાઇનાન્સમાં પ્રોસેસિંગ ફીઝ અને અન્ય આવેદન શુલ્ક ચૂકવવી પડે છે. તેટલા માટે સુનિશ્ચિત કરી લેવું કે ઘરને રિફાઇનાન્સ કરાવવાની રકમ નવી લોનને હાલની લોન કરતા મોંઘી ના કરી દયે.

ફિકસ કે ફ્લોટિંગ કઈ લોન સારી

વિશેષજ્ઞોનું કહેવું છે કે, વ્યાજ દર હાલમાં સૌથી નીચલા સ્તર પર છે. રિઝર્વ બેંકે છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજ દરોમાં બદલાવ નથી કર્યો. અર્થવ્યવસ્થામાં તેજી આવવાની સાથે જ આરબીઆઇ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. માટે ફિકસ ઇંટરેસ્ટ રેટના વિકલ્પને  ભવિસ્યને ધ્યાનમાં રાખી સારો વિકલ્પ નજર આવી રહ્યો છે.(૩૦.૧૧)

હોમ લોનના વ્યાજ દરો

બેન્ક

જુના વ્યાજ દર

નવા વ્યાજ દર

ઇએમઆઇ

કોટક મહિન્દ્રા બેન્ક

૬.૬૫ - ૭.૩૦

૬.૫૦ - ૭.૨૫

૭૪૬ - ૭૮૭

 પંજાબ નેશનલ બેન્ક

 ૬.૮૦ - ૯.૦૦

૬.૫૫ - ૭.૮૫

૭૬૩ -૮૨૭

પંજાબ એન્ડ સિંઘ

૬.૮૦ - ૯.૨૫

૬.૬૫ - ૯.૧૦

૭૬૩ - ૮૬૩

એકિસસ બેન્ક

૬.૯૦ - ૮.૪૦

૬.૯ - ૮.૫૫

૭૬૯ - ૮૭૧

એસબીઆઈ

૬.૭૫ - ૮.૦૫

૬.૭૦ - ૭.૪૦

૭૫૭ - ૭૯૯

એચડીએફસી બેન્ક

૬.૭૫ - ૭.૬૫

૬.૭૫ - ૭.૮૫

૭૬૦ - ૮૨૭

બેન્ક ઓફ બરોડા

૬.૭૫ - ૮.૬૦

૬.૭૫ - ૮.૩૫

૭૬૦ - ૮૫૮

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા

૬.૮૫ - ૭.૩૦

૬.૮૫ - ૭.૩

૭૬૬ - ૭૯૩

( વ્યાજ દરો ટકામાં, મહિનાની ઇએમઆઇની રકમ ૧ લાખ રૂપિયા પ્રમાણે)

(3:17 pm IST)