Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કિરણ ગોસાવીને કોર્ટે 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો

ગોસાવીને લઈને પોલીસે લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી: આર્યન સાથે સેલ્ફી વાયરલ થઈ હતી

મુંબઈ :છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા કિરણ ગોસાવીને કોર્ટે 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જણાવી દઈએ કે, પુણે સીટી પોલીસે ગોસાવીને આજે સવારે 5 વાગ્યે ઝડપી પાડ્યો હતો. કિરણ ગોસાવી 2018માં એક છેતરપિંડીના કેસમાં વોન્ટેડ હતો. પોલીસ ઘણા દિવસથી તેની શોધખોળ કરી હતી. પરંતુ તે પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.

થોડા સમય પહેલા તેમના સાથી પ્રભાકરનું એક નિવેદન સામે આવ્યું હતું. જેમા તેમણે NCB પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેને લઈને રાજકારણ પણ ગરમાયું હતું. ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ ગોસાવીની આર્યન સાથે સેલ્ફી બહુ વાયરલ થઈ હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા તેને એનસીબીનો અધિકારી બતાવતા હતા. જો કે ત્યાર બાદ આ મામલે NCBએ સ્પષ્ટતા કરી હતી તે અમારો અધિકારી નથી.

દેસમુખ નામના વ્યક્તિએ ગોસાવી ઉપર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. દેસમુખે આરોપ લગાવ્યો હતો કે ગોસાવીએ તેને મલેશિયામાં હોટલ ઉદ્યોગમાં નોકરી અપાવવાના બહાને 3.09 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગોસાવીની મિત્ર શેરબાવો કુરેશીએ આ પૈસા પોતાના ખાતામાં નખાવ્યા હતા

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સેલે આરો મૂકયા કે આર્યન ખાનને છોડાવા માટે ગોસાવીએ 25 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. પ્રભાકર ગોસાવીનો બોડીગાર્ડ રહ્યો છે. હવે ગોસાવીએ એક વીડિયો શેર કરીને પ્રભાકર પર આરોપ લગાવ્યા છે. આ વીડિયો ગોસાવીએ પોતાની ધરપકડથી પહેલાં રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં ગોસાવી કહી રહ્યો છે કે પ્રભાકરને છેલ્લાં 5 દિવસમાં કેટલી ઓફર આવી છે એ તેના મોબાઇલ રેકોર્ડ પરથી ખબર પડી જશે. તેણે મીડિયાને અપીલ કરતા કહ્યું કે પ્રભાકર અને તેના બંને ભાઇઓની કોલ ડિટેલ અને મોબાઇલ ચેટ નીકાળો, મારી પણ ચેટ નીકાળો અને જુઓ કે મેં કંઇ વાત કરી છે કે નહીં? ગોસાવીએ કહ્યું કે મારો એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો બિઝનેસ છે. ગોસાવીએ આ વીડિયો મરાઠીમાં શેર કર્યો છે.

(12:00 am IST)