Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

દિવાળી અને તહેવાર નિમીત્તે કરફ્યૂમાં છૂટછાટ : આઠ મહાનગરોમાં રાત્રિના 1 થી 5 સુધી કર્ફ્યું

વધુ 2 કલાકની મળી છૂટછાટ : અગાઉ રાત્રિના 12 થી 6 સુધી હતો કરફ્યૂ: તમામ વાણિજ્ય એકમો રાત્રીના 12 સુધી ખુલ્લી રાખી શકાશે : નૂતન વર્ષ સ્નેહમિલનની ગાઈડ લાઈન જાહેર : દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કરફ્યુ માં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા :ગૃહ વિભાગે બહાર પાડ્યુ જાહેરનામુ

અમદાવાદ : દિવાળી તહેવારમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય કરતા રાત્રી કર્ફ્યુમાં વધુ બે કલાકની છૂટછાટા આપી છે રાજ્યના આઠ મહાનગરોમાં હવે રાત્રિના 1 થી 5 સુધી  કર્ફ્યું રહેશે આ અગાઉ રાત્રિના 12 થી 6 સુધી રાત્રી કર્ફ્યુનો અમલ થતો હતો હવે તેમાં બે કલાકની છૂટછાટ આપી છે

તમામ વાણિજ્ય એકમો રાત્રીના 12 સુધી ખુલ્લી રાખી શકાશે :

રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજા ના ઉત્સવો ના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કરફ્યુ માં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

નૂતન વર્ષ સ્નેહમિલનની ગાઈડ લાઈન જાહેર કરાઈ છે જેમાં 400 થી વધુ વ્યક્તિઓની પાબંધી છે જયારે હોલ કે બંધ જગ્યાની કેપેસિટીના 50 ટકા લોકો જ પ્રવેશપાત્ર રહેશે

આ અંગેનું ગૃહ વિભાગ નું જાહેર નામુ સામેલ છે

 

(12:00 am IST)