Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સમીર વાનખેડે રોઝા રાખતો હોવાનો પૂર્વ પત્નીના પિતાનો દાવો

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડની મુશ્કેલી વધી : પહેલી પત્ની શબાનાના પિતા ડો.જાહિદ કુરૈશીએ સમીર વાનખેડે ના ઘરમાં મુસ્લિમ માહોલ હોઈ પુત્રીના લગ્ન કરાવ્યા હતા

મુંબઇ, તા.૨૮ : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે એનસીપીના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે બાંયો ચઢાવી છે. મલિકે સમીર વાનખેડેનુ એક નિકાહનામુ જાહેર કર્યુ હતુ અને દાવો કર્યો હતો કે, સમીર દાઉદ વાનખેડેએ ૭ ડિસેમ્બર,૨૦૦૬ના રોજ શબાના કુરૈશી સાથે લગ્ન કર્યા હતા.

બીજી તરફ સમીર વાનખેડેના પત્ની કહી રહ્યા છે કે સમીર અને અમારો પરિવાર હિન્દુ જ છે ત્યારે પહેલી પત્ની શબાનાના પિતા ડો.જાહિદ કુરૈશીએ  એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, સમીર વાનખેડેના પિતા દાઉદ વાનખેડે સાથે મારી પુત્રીના લગ્નની વાતચીત ત્રણ થી ચાર વર્ષ પહેલેથી ચાલતી હતી.

સમીરના માતા મારી ઘરે આવ્યા હતા અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. અમને ખબર હતી કે, તેમનો આખો પરિવાર મુસ્લિમ છે અને સમીરના માતા જાહીદાના પરિવારજનો પણ આવુ જ કહેતા હતા. ડો.કુરેશીએ કહ્યુ હતુ કે, ઘરનો માહોલ મુસ્લિમ હોવાનુ જોયા બાદ અમે લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

સગાઈ બાદ ૧૦ મહિના પછી તેમના લગ્ન થયા હતા. જો તેઓ મુસ્લિમ ના હોત તો અમે લગ્ન પણ ના કરાવ્યા હોત. સમીર વાનખેડેના માતા મુસ્લિમ ધર્મમાં માનતા હતા. તેઓ મસ્જિદ અને મદરેસાઓને મદદ પણ કરતા હતા. સમીર વાનખેડેના પિતાનુ નામ દાઉદ જ છે. અમે તો તેમને આ જ નામથી ઓળખીએ છે.

વાનખેડે પરિવાર મુસ્લિમ રીતિ રિવાજોનુ પાલન કરતો હતો. સમીર વાનખેડે પોતે રોજા રાખતા હતા અને નમાઝ પણ પઢતા હતા. તેમણે કહ્યુ હતુ કે, વાનખેડેએ પાછળથી કોઈ સર્ટિફિકેટ બનાવ્યા હોય તો ખબર નહીં પણ લગ્ન બાદ છુટાછેડા પણ મુસ્લિમ રિતી રિવાજથી થયા હતા અને હવે અમારો તેમની સાથે કોઈ સંપર્ક નથી.

(12:00 am IST)