Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

PM મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસે રવાના

ઇટલીમાં G 20 શિખર બેઠકમાં સામેલ થશે

નવી દિલ્હી, તા.૨૯: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાંચ દિવસ માટે ઈટલી અને બ્રિટનના પ્રવાસ માટે રવાના થયા છે. ઈટલી અને બ્રિટનની મુલાકાત સમયે પીએમ મોદી અત્યંત વ્યસ્ત શિડ્યુઅલમાં જોવા મળશે. તેઓ જી-૨૦ સમિટ અને કોપ-૨૬ બેઠકમાં ભાગ લેશે.

આ ઉપરાંત અન્ય ૨૦ દ્વિપક્ષીય બેઠકમાં સામેલ થવાના છે. પોતાના પ્રવાસ દરમિયન વડાપ્રધાન રોમમાં કેટલાક જાણીતા સ્થાનોની પણ મુલાકાત કરવાના છે. યુકેમાં વડાપ્રધાન મોદી માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટસ સાથે પણ મુલાકાત કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રોમમાં ૧૬મી જી-૨૦ બેઠકમાં કોવિડ મહામારી બાદ ગ્લોબલ ઈકોનોમી અને હેલ્થ રિકવરીના મુદ્દે ચર્ચા કરશે. આ ઉપરાંત જળવાયુ પરિવર્તન પર પણ ચર્ચા કરશે. પીએમ મોદી યુકેમાં થનારી કોપ-૨૬ બેઠકમાં સામેલ થશે. જેમાં જળવાયુ પરિવર્તન પર ભાર મુકશે.

(9:47 am IST)