Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત ત્રીજા દિવસે વધારો

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ ૧૨૦.૮૯ રૂપિયા અને ડીઝલ ૧૧૧.૭૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે : પ્રતિ લીટર ૩૫-૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો

નવી દિલ્હી તા. ૨૯ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સર્વોચ્ચ સ્તરેથી સરકી જવા છતાં સ્થાનિક પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો જારી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બન્નેનાં ભાવમાં પ્રતિ લીટર ૩૫-૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશનાં અનુપપુર જિલ્લામાં શુક્રવારે પેટ્રોલની કિંમત ૧૨૦.૧૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૦૯.૩૬ રૂપિયા પ્રતિ લીટર વધી છે. વળી, રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં પેટ્રોલ ૧૨૦.૮૯ રૂપિયા અને ડીઝલ ૧૧૧.૭૭ રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે.

આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ૨૯ ઓકટોબરે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લીટર ૩૫-૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ અઠવાડિયે બે દિવસની સ્થિરતા બાદ કિંમતોમાં સતત વધારો થયો છે. ૨૮ સપ્ટેમ્બરથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં અમુક દિવસો સિવાય સતત વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૨૪ વખત પેટ્રોલની કિંમતમાં ૭.૪૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. વળી, ૨૪ સપ્ટેમ્બરથી ડીઝલની કિંમતમાં ૨૫ વખત પ્રતિ લીટર ૮.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલ લગભગ ૧૭ ટકા મોંઘુ થઈ ગયું છે. સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઇલની આયાત બેરલ દીઠ સરેરાશ $૭૩.૧૩નાં દરે કરવામાં આવી હતી, જયારે આ સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ ફયૂચરની કિંમત પ્રતિ બેરલ $૮૬.૪૩ પર પહોંચી ગઈ હતી. પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો પર હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે સરકારને તેનાથી જે પણ પૈસા મળી રહ્યા છે તે લોકોનાં હિત અને યોજનાઓ માટે ખર્ચ કરી રહી છે. કેન્દ્ર અને રાજય સરકારો પણ ઈંધણ પર ટેકસ લગાવી રહી છે. શ્નભારતમાં ટેકસ ઘણો વધારે છે. જેની અસર પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પર પડી રહી છે. પેટ્રોલ પર ૫૪% ટેકસ લાગે છે, જયારે ડીઝલ પર ૪૮% ટેકસ લાગે છે.

દિલ્હીમાં પેટ્રોલ ૧૦૮.૬૪ રૂપિયા પ્રતિ લીટર જયારે ડીઝલ – ૯૭.૩૭ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ ૧૧૪.૪૭ રૂપિયા પ્રતિ લિટર જયારે ડીઝલ ૧૦૫.૪૯ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલની કિંમત ૧૦૯.૧૨ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ ૧૦૦.૪૯ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૫.૪૩ રૂપિયા પ્રતિ લીટર છે જયારે ડીઝલ ૧૦૧.૫૯ રૂપિયા પ્રતિ લીટર છે,  અમદાવાદમાં પેટ્રોલ ૧૦૫.૨૨ રૂપિયા પ્રતિ લીટર છે જયારે ડીઝલ ૧૦૫.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:09 am IST)