Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

યુપીમાં ચાલતુ હશે : દિલ્હીમાં તેની અનુમતી નથી

યુગલના લગ્ન અંગે યુપી પોલીસને દિલ્હી હાઇકોર્ટની ફટકાર

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે પરિજનોની મરજી વિરૂધ્ધ લગ્ન કરવાના એક મામલે મહિલાના પતિના ભાઇ અને પિતાની ધરપકડને લઇને યુપી પોલીસને ફટકાર લગાવેલ. હાઇકોર્ટે જણાવેલ કે, આ યુપીમાં ચાલતુ હશે. અહીં દિલ્હીમાં તેની અનુમતી ન આપી શકાય.

દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીમાં યુગલે જણાવેલ કે, તેમણે ૧ જુલાઇના રોજ મરજીથી લગ્ન કરેલ. મહિલાના માતા-પિતા લગ્નની વિરૂધ્ધ છે. યુવકના પિતા અને ભાઇને યુપી પોલીસ ૬-૭ ઓગસ્ટ દરમિયાન રાત્રીના તેમના ઘરેથી લઇ ગયેલ.

(11:02 am IST)