Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

માઇક્રોસોફટ ફરી વિશ્વની નંબર -૧ કંપની બની : વર્ક ફ્રોમ હોમથી થયો ફાયદો

બીલ ગેટ્સે ગઇ કાલે ૬૬મો જન્મદિવસ ઉજવેલ : મળી મોટી ભેટ

નવી દિલ્હી,તા. ૨૯ : એપલને પછાડી માઇક્રોસોફટ વિશ્વની સૌથી મોટી કંપની બની ગઇ છે. જેનું મુખ્ય કારણ આ વર્ષે માઇક્રોસોફટના શેરમાં ૪૫ ટકાની તેજી છે. જ્યારે એપલમાં તે ૧૨ ટકા જ છે. દુનિયાના ચોથા સૌથી ધનીક માઇક્રોસોફટના સંસ્થાપક બીલ ગેટ્સ માટે સૌથી મોટી બર્થ ડે ગીફટ હતી. તેઓ ગઇ કાલે ૬૬ વર્ષના થયા છે.

૨૦૧૦માં આઇફોન બનાવનાર એપલે માઇક્રોસોફટને પાછળ રાખી દીધેલ. તે સમયે આઇફોનના જોરદાર વેચાણે એપલને પ્રમુખ ઉપભોગતા કંપની બનાવેલ. બન્ને કંપનીઓએ વોલ સ્ટ્રીટની સૌથી મુલ્યવાન કંપની તરીકે કામ કર્યું છે. જ્યારે ૨ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ એપલ વિશ્વની પહેલી ૧ લાખ કરોડ ડોલર (૬૮,૬૨૦ અરબ રૂપિયા)ની કંપની બની હતી.

કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ વધવાથી માઇક્રોસોફટના સોફટવેર અને કલાઉડ કપ્યુટીંગ સેવાઓની માંગ વધી હતી. જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન માઇક્રોસોફટનો નફો ૨૪ ટકા વધી ગયેલ. બીલ ગેટ્સની કુલ નેટવર્થ ૧૩૫ અરબ ડોલર છે.

(11:04 am IST)