Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ રસી લીધા બાદ પણ ઘરમાં સંક્રમણ ફેલાવી શકે : બ્રિટનના નિષ્ણાંતોના અભ્યાસ બાદ ચેતવણી

કે વેક્સિન લઇ લેનારા લોકોને પણ ડેલ્ટા વેરિયન્ટ જલ્દીથી લાગુ પડી શકે

નવી દિલ્હી : બ્રિટનના નિષ્ણાંતોએ અભયાસ બાદ ચેતવણી આપતો રિપોર્ટ જારી કર્યો કે  રસી લઇ લેનાર લોકો પણ શિકાર બને છે

દેશમાં અને દુનિયાના અનેક દેશોમાં કોરોનાવાયરસ મહામારી ના ડેલ્ટા વેરિયન્ટ ને લીધે ભારે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે અને રશિયા બ્રિટન સહિતના દેશોમાં તેમજ અમેરિકામાં પણ મૃત્યુના દરમાં વધારો થયો છે. ત્યારે આ સ્વરૂપ અંગે વૈજ્ઞાનિકોએ મોટી ચેતવણી જારી કરી છે.

બ્રિટનના વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાંતો એ પોતાના અભ્યાસ બાદ એક રિપોર્ટ જારી કર્યો છે અને તેમાં એવી ચેતવણી આપી છે કે વેક્સિન લઇ લેનાર દર્દી પણ ડેલ્ટા વેરિયન્ટ ના શિકાર હોય તો પોતાના જ ઘરમાં તે સંક્રમણ ફેલાવી શકે છે. રસી લઇ લેનારા લોકો પણ તરત જ તેનો શિકાર બની શકે છે.

દુનિયાભરના દેશોને સાવધાન કરવામાં આવ્યા છે અને આ સ્વરૂપની સામે સતત જાગૃત રહેવા અને તમામ હોસ્પિટલોમાં યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સલાહ આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વેક્સિન લઇ લેનારા લોકોને પણ ડેલ્ટા વેરિયન્ટ જલ્દીથી લાગુ પડી શકે છે.

રસી લઇ લેનાર લોકોની વચ્ચે પણ કોઈ એક દર્દી ઘણા બધા ને સંક્રમિત કરી શકે છે અને આ સ્વરૂપની સૌથી વધુ ખતરનાક પણ ગણવામાં આવ્યો છે. સાથોસાથ વૈજ્ઞાનિકોએ અને આરોગ્ય તંત્રના નિષ્ણાંતોએ એમ પણ કહ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વધુ લોકોને બચાવવા માટે બુસ્ટર ડોઝ જરૂરી બનશે.

(11:36 am IST)