Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

દેશમાં આ વર્ષે ઠંડી ભુક્કા બોલાવશે : 'લા લીના'ના કારણે પડશે રેકોર્ડતોર્ડ ઠંડી

ગયા વર્ષની સરખામણીએ પારો વધુ નીચે ગગડશે : આવતા બે દિવસમાં ઉત્ત્।રી વિસ્તારમાં ૩ ડિગ્રી તાપમાન નોંધાશે

નવી દિલ્હી તા. ૨૯ : ઉત્તર ભારતમાં વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. સવારે અને સાંજે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. દેશમાં ઠંડીનીઙ્ગશરૂઆત શરદ પૂનમ બાદથી મનાય છે. એવામાં આ વખતે કેટલી ઠંડી પડશે તેનો અંદાજ લગાવામાં આવ્યો છે.હવામાન વિભાગના એક અંદાજ મુજબ, આ વર્ષે દેશમાં ઠંડી ઠુંઠવાડી દેશે. આ વખતની ઠંડી ગયા વર્ષની સરખામણીએ વધુ હશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્ત્।ર-પૂર્વ એશિયામાં આ વખતે ખુબજઙ્ગઠંડી પડશે. દેશના ઉત્ત્।રીઙ્ગવિસ્તારોમાંઙ્ગપારો આવતા બે દિવસમાઙ્ગત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જશે. જેનાથી વધુ ઠંડીનો એહસાસ થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ઉત્તર-પૂર્વ એશિયામાં તીવ્ર ઠંડી પડી શકે છે. દેશના ઉત્તરીય ભાગોમાં આગામી બે દિવસમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની શકયતા છે. ઉત્તર-પશ્ચિમના પવનોને કારણે દિલ્હીમાં આગામી સપ્તાહ સુધીમાં તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે જેના કારણે ઠંડીનો અહેસાસ હજુ વધુ થશે.

દૂર પ્રશાંત મહાસાગરમાં હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો તેમની ભાષામાં આ ફેરફારને 'લા લીના' અસર કહી રહ્યા છે. હવામાનની આ સ્થિતિ માટે લા નીનાને જવાબદાર ગણવામાં આવે છે. પેસિફિકમાં લા નિયા ઉભરી રહી છે. સામાન્ય રીતે આનો અર્થ એ થાય છે કે ઉત્ત્।રીય ગોળાર્ધમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેશે. તેની અસર ઉત્ત્।ર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે હવામાનમાં કોઈ અસામાન્ય ફેરફાર નથી. ઓકટોબરના અંતમાં, ઠંડી દસ્તક આપે છે.

ગયા મહિને દક્ષિણ અને ઉત્ત્।ર ભારતના રાજયોમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારે હવે ગત વર્ષની સરખામણીએ શિયાળો વહેલો દસ્તક આપી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે આગામી દિવસોમાં ઉત્ત્।ર ભારતમાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. જેના કારણે દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજયોમાં ઠંડી વધુ તીવ્ર બનશે.

(12:34 pm IST)