Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ઇન્કમટેકસના ફોર્મ ર૬ એએસનો વ્યાપ વધારાયોઃ મ્યુચલ ફંડ ખરીદી - વિદેશ પૈસા મોકલવા સામેલ કરાયા

નવી દિલ્હી : ઇન્કમ ટેકસ વિભાગે આઇટીઆર ફોર્મ ર૬ એએસનો વિસ્તાર કર્યો છે. ફોર્મ ર૬ એએસ ટેકસપેયર્સનું વાર્ષિક સ્ટેટમેન્ટ હોય છે. જેમાં ટીડીએસ સહિત અન્ય વિવરણ હોય છે. જેમાં મ્યુચલ ફંડની ખરીદી, વિદેશમાં પૈસા મોકલવાની સાથે અન્ય ઇન્કમટેકસ રીટર્નની માહિતી સામેલ કરાઇ છે.

ફોર્મ ર૬ એએસમાં કોઇ વ્યકિતના અધિકૃત ડીલરના માધ્યમથી વિદેશ મોકલાયેલ પૈસા, પગારનું વિવતરણ આયકર રિફંડ ઉપર વ્યાજ, આરટીએથી રિપોર્ટ કરાયેલ મ્યુચ્યુલ ફંડ લાભાંશ અને મ્યુચલ ફંડની ખરીદી અંગેની માહિતી સામેલ કરવામાં આવી છે.

(1:06 pm IST)