Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કોઈ એવોર્ડ કે પુરસ્કાર જોઈતા નથી : અમને કામ કરવામાં રસ છે એવોર્ડમાં નહીં : કર્ણાટક હાઇકોર્ટ ચીફ જસ્ટિસ રીતુ રાજ અવસ્થી : ન્યાયધીશોને પદ્મશ્રી એવોર્ડ કે રાજ્ય સરકારના પુરસ્કારથી નવાજવા જોઈએ તેવી જાહેર હિતની અરજી નામંજૂર કરી


'કર્ણાટક : કોઈ એવોર્ડ કે પુરસ્કાર જોઈતા નથી .અમને કામ કરવામાં રસ છે એવોર્ડમાં નહીં. કર્ણાટક હાઇકોર્ટ ચીફ જસ્ટિસ રીતુ રાજ અવસ્થીએ ઉપરોક્ત ટિપ્પણી સાથે ન્યાયધીશોને પદ્મશ્રી એવોર્ડ કે રાજ્ય સરકારના પુરસ્કારથી  નવાજવા જોઈએ તેવી જાહેર હિતની અરજી નામંજૂર કરી છે.

સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ન્યાયધીશોને એવોર્ડ કે પુરસ્કાર મળવા જોઈએ તેવી જાહેર હિતની અરજી કર્ણાટક હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
ડૉ. વિનોદ કુલકર્ણીએ દાખલ કરેલી અરજીમાં કર્ણાટક રાજ્યોત્સવનો એક પુરસ્કાર કે જે 1 નવેમ્બરે એનાયત કરવામાં આવશે તે કર્ણાટક હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ અથવા પછીના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ માટે અનામત રાખવાની પ્રાર્થના કરવામાં આવી હતી.તેના અનુસંધાને નામદાર જજે ઉપરોક્ત મૌખિક ટિપ્પણી કરી હતી તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:52 pm IST)