Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ઓનલાઇન છેતરપીંડીથી બચવા RBIએ આપ્યા ઉપાયઃ કયુઆર કોડ, ગુગલથી થાય છે ચીટીંગ

જયપુરઃ રિઝર્વ બેંકે બુકલેટ બહાર પાડીને લોકોને સાવચેત કર્યા છે કે સાઇબર ઠગો છેતરપિંડીની અવનવી રીતો અપનાવી રહ્યા છે. આવા ઠગો કયુઆર કોડ સ્કેન કરાવીને અને ગૂગલ જેવા સર્ચ એન્જીન દ્વારા લોકો સાથે છેતરપિંડી કરે છે.

સર્ચ એન્જીન દ્વારા છેતરપિંડીઃ- લોકો અવારનવાર બેંક, ઇન્સ્યોરન્સ કંપની, આધાર કેન્દ્ર વગેરેના કોન્ટેકટ નંબર ગૂગલ જેવા સર્ચ એન્જીન પર શોધતા હોય છે. સાઇબર ગુનેગારો છેતરપિંડી માટે આનો ફાયદો ઉઠાવે છે, તેઓ સર્ચ એન્જીન પર બેંક, વીમા કંપનીઓના કસ્ટમર કેર નંબરની જગ્યાએ પોતાના નંબર મુકી દે છે. ગ્રાહકો આને જ સાચા નંબર માનીને કોલ કરે છે અને સાઇબર ઠગ દ્વારા માંગવામાં આવતી માહિતીઓ આપી દે છે અને છેતરપિંડીનો શિકાર બને છે.

ઉપાયઃ સોશ્યલ મીડીયા અને સર્ચ એન્જીન પર કસ્ટમર કેર નંબર શોધવાનું ટાળવું, ફોન નંબર મેળવવા માટે કાયમ બેંક અથવા અન્ય સંસ્થાઓની ઓફીશ્યલ વેબસાઇટ પર જવું જોઇએ.

કયુઆર કોડથી છેતરપિંડીઃ- સાઇબર ઠગો લોકોને યેન કેન પ્રકારે ઝાંસામાં લાવીને પેમેન્ટ એપનો કયુઆર કોડ સ્કેન કરાવી લે છે. કયુઆર કોડ સ્કેન કરતા જ વ્યકિતના બેંક એકાઉન્ટમાંથી નાણા ઉપાડી લેવાય છે.

ઉપાયઃ- પેમેન્ટ કરતી વખતે કયુઆર કોડ સ્કેન કરતી વખતે સાવચેતી રહો અને રકમ ચેક કરો. અજાણી વ્યકિતના કહેવા પર કયુ આર કોડ સ્કેન ના કરો.

(3:06 pm IST)