Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સેન્સેક્સમાં ૬૭૭, નિફ્ટીમાં ૧૮૫ પોઈન્ટનો કડાકો નોંધાયો

શેરબજારમાં લોકોની મૂડીનું ધોવાણ જારી : ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શનારો ટેક મહિન્દ્રાનો શેર ૩.૬૨ ટકા ઘટ્યો, અન્ય શેરોના ભાવોમાં પણ પીછેહઠ

મુંબઈ, તા.૨૯ : શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલું ધોવાણ જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. ગઈકાલે ૧૦૦૦ પોઈન્ટ્સથી પણ વધારેના ઘટાડા સાથે બંધ થયેલો સેન્સેક્સ આજે પણ ૬૭૭ પોઈન્ટ્સ ઘટ્યો છે. નિફ્ટીમાં પણ આજે ૧૮૫ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ ૫૯,૩૦૬ જ્યારે નિફ્ટી ૧૭,૬૭૧ પોઈન્ટ્સ પર હતા.

આજના ટોપ લુઝર્સની વાત કરીએ તો, આ સપ્તાહમાં જ પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શનારો ટેક મહિન્દ્રા ૩.૬૨ ટકા ઘટ્યો હતો. જ્યારે એનટીપીસી ૩.૪૨ ટકા, કોટક બેક્ન ૩.૨૧ ટકા જ્યારે ઈન્ડસિન્ડ બેક્ન ૩.૦૪ ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત એલ એન્ડ ટી, રિલાયન્સ, એક્સિસ, ઈન્ફોસિસ, ટીસીએસ, એચડીએફસી ટ્વિન્સ જેવા હેવી વેઈટ શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બજારમાં આજે પણ મંદીના માહોલ વચ્ચે મિડકેપ ઈન્ડેક્સમાં ૪૧.૪૪ પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં કેનેરા બેક્ન સૌથી વધુ ૯.૮૩ ટકા ઉછળ્યો હતો. જ્યારે એબીબી ઈન્ડિયા લિમિટેડ ૬.૨૩ટકા, ગુજરાત ગેસ ૫.૩૮ ટકા ઉછળ્યા હતા. આજે આઈઆરસીટીસીના શેરમાં માર્કેટ ખૂલ્યું તેના ગણતરીના સમયમાં જ ૨૫ ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. જોકે, રેલવે મંત્રાલય તરફથી કન્વેનિયન્સ ફી લેવાની દરખાસ્ત પરત ખેંચવામાં આવતા તેમાં રિકવરી જોવા મળી હતી. માર્કેટ બંધ થયું ત્યારે આ શેર ૭.૪૫ ટકાના ઘટાડા બીએસઈ ૫૦૦ શેર્સની વાત કરીએ તો, આજે આરબીએલ બેક્નમાં ૧૦.૩૩ ટકા, અતુલ ઓટોમાં ૭.૩૬ ટકા, એસબીઆઈ કાર્ડ્સમાં ૬.૨૬ ટકાનું ધોવાણ થયું હતું. જ્યારે સરકારે ૧૦૦ ટકા ક્ષમતા સાથે એરલાઈન્સને ઓપરેટ કરવાની છૂટ આપતા ઈન્ડિગોનો શેર ૮.૮૩ ટકા ઉછળીને ૨૧૭૩ રુપિયાના સ્તરે પહોંચી ગયો હતો.સાથે ૮૪૫ રુપિયાની સપાટી પર હતો.

સેન્સેક્સ અને નિફ્ટીમાં શામેલ સરકારી અને પ્રાઈવેટ બેક્નોના શેર્સમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ઉજ્જીવન ફાઈનાન્સ જેવા સ્મોલકેપ શેરમાં ૧૮.૯૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ સિવાય ગાયત્રી પ્રોજેક્ટ્સ પણ ૧૨.૬૬ ટકા ઉછળ્યો હતો.

બીએસઈ ૫૦૦ શેર્સની વાત કરીએ તો, આજે આરબીએલ બેક્નમાં ૧૦.૩૩ ટકા, અતુલ ઓટોમાં ૭.૩૬ ટકા, એસબીઆઈ કાર્ડ્સમાં ૬.૨૬ ટકાનું ધોવાણ થયું હતું. જ્યારે સરકારે ૧૦૦ ટકા ક્ષમતા સાથે એરલાઈન્સને ઓપરેટ કરવાની છૂટ આપતા ઈન્ડિગોનો શેર ૮.૮૩ ટકા ઉછળીને ૨૧૭૩ રુપિયાના સ્તરે પહોંચી ગયો હતો.

(8:29 pm IST)