Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રાજ્ય સરકારના કર્મચારી માટે જન્મ તારીખમાં ફેરફાર કરવાની બાબત અધિકાર તરીકે ગણી શકાય નહીં : નોકરીમાં જોડાયાના 24 વર્ષ વીતી ગયા પછી વિનંતી કરી હતી : નોકરીમાં જોડાયાના ત્રણ વર્ષની અંદર કરવામાં આવેલી અરજી ઉપર જ વિચાર થઇ શકે છે : સુપ્રીમ કોર્ટે કર્ણાટક રાજ્યના સરકારી કર્મચારીની અરજી ફગાવી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા એક ચુકાદામાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારી માટે જન્મ તારીખમાં ફેરફાર કરવાની બાબત અધિકાર તરીકે ગણી શકાય નહીં .કર્મચારીએ નોકરીમાં જોડાયાના 24 વર્ષ વીતી ગયા પછી વિનંતી કરી હતી . નોકરીમાં જોડાયાના ત્રણ વર્ષની અંદર કરવામાં આવેલી અરજી ઉપર જ વિચાર થઇ શકે છે .જેથી સુપ્રીમ કોર્ટે કર્ણાટક રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના કર્મચારીની અરજી ફગાવી દીધી હતી.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે વય નિર્ધારણ) અધિનિયમ, 1974, જે સેવા રજિસ્ટરમાં તેમની ઉંમર અને જન્મ તારીખ સ્વીકારવામાં આવે અને નોંધવામાં આવે તે તારીખથી ત્રણ વર્ષની અંદર અરજી કરવામાં આવે તે પછી જ રાજ્ય સેવકોની ઉંમર અથવા જન્મ તારીખમાં ફેરફાર કરવાની જોગવાઈ કરે છે, અથવા 1974 એક્ટની શરૂઆતની તારીખથી એક વર્ષની અંદર કરવામાં આવેલી અરજી માન્ય થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ એમઆર શાહ અને એએસ બોપન્નાની બેંચ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સામેની અપીલની સુનાવણી કરી રહી હતી જેમાં કોર્પોરેશન કર્મચારીની જન્મતારીખ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)