Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

અદાણી હવે ઓનલાઇન ટ્રાવેલ બિઝનેસમાં ઝંપલાવશે ફ્લિપકાર્ટની કંપની ક્લીઅર ટ્રીપમાં રોકાણની જાહેરાત

એર ટિકિટ, હોટેલ સેવામાં ક્લીઅર ટ્રીપની મોટી કામગીરી: ક્લિયરટ્રિપ અદાણી ગ્રુપના ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પાર્ટનર તરીકે પણ કામ કરશે

મુંબઈ : અમદાવાદ સહિત દેશના પાંચ મહત્વના એરપોર્ટનું સંચાલન સાંભળતા અદાણી ગ્રુપે  ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર ક્લિયરટ્રિપમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણના ભાગરૂપે અદાણી ગ્રુપ ફ્લિપકાર્ટ હસ્તકની ક્લિયરટ્રિપમાં નોંધપાત્ર નજીવો હિસ્સો હસ્તગત કરશે. અદાણી એરપોર્ટ્સ દ્વારા થયેલા સ્ટડીમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાયું છે, આ વધારો કોવિડ મહામારી પૂર્વેની સ્થિતિની નજીક પહોંચી ગયો છે. આ ભાગીદારી ક્લિયરટ્રિપને ડિજિટલ સીમાઓ પાર કરવા અને એન્ડ-ટુ-એન્ડ મુસાફરી સેવાઓને ઑનલાઇન તરફ આકર્ષવામાં વધુ સક્ષમ બનાવશે.

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ફ્લીપકાર્ટ સાથે અમે એક મજબૂત સંબંધો વિકસાવી રહ્યા છીએ કે જેમાં ડેટા સેન્ટર્સ, આપૂર્તિ કેન્દ્રો અને હવે હવાઇ મુસાફરી સહિતના બહુ પરિમાણિય ક્ષેત્રો છે. ઘરઆંગણે વિકસેલી કંપનીઓ વચ્ચેની આ એવી વ્યૂહાત્મક ભાગીદારી છે જેનું આખરી લક્ષ્ય સ્થાનિક નોકરીઓ સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે. ક્લિયરટ્રિપનું પ્લેટફોર્મ અમે શરુ કરેલી એક વિશાળ સુપર એપની સફરનો એક આવશ્યક હિસ્સો બની રહેશે. ક્લિયરટ્રિપ અદાણી ગ્રુપના ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પાર્ટનર તરીકે પણ કામ કરશે

(11:52 pm IST)