Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

T20 વિશ્વ કપઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું: સુપર-૧૨માં સતત ત્રીજો વિજય

આખરી ૧૨ બોલમાં ૨૪ રનની જરુર: આસિફ અલીએ છ બોલમાં ચાર છગ્ગા ફટકારી ટીમને જીતાડી

મુંબઈ : ICC T20 વર્લ્ડ કપની 24મી મેચમાં આજે પાકિસ્તાને દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવી સતત ત્રીજી જીત નોંધાવી છે. પાકિસ્તાને 148 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આસિફ અલીએ 19મી ઓવરમાં ચાર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેણે 7 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા. તેના સિવાય બાબર આઝમે 51 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનને જીતવા માટે આખરી ૧૨ બોલમાં ૨૪ રનની જરુર હતી અને તેમની પાંચ વિકેટ સલામત હતી, ત્યારે જનતની ઓવરમાં આસિફ અલીએ છ બોલમાં ચાર છગ્ગા ફટકારતાં ટીમને જીતાડી હતી

અગાઉ કેપ્ટન મોહમ્મદ નાબી અને ગુલબદ્દીન નાઈબ વચ્ચેની ૪૫ બોલમાં અણનમ ૭૧ રનનીભાગીદારીને સહારે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામેની સુપર-૧૨ મેચમાં છ વિકેટે ૧૪૭ રન કર્યા હતા.

અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. અફઘાનિસ્તાનની શરૃઆત સારી રહી નહતી અને પાકિસ્તાનના બોલરોને સસ્તામાં ટોપ ઓર્ડરના આઉટ કર્યો હતો. એક તબક્કે તેમનો સ્કોર ૩૯/૪ થઈ ગયો હતો. જોકે ત્યાર બાદ મીડલ ઓર્ડરે લડત આપી હતી.

નાબીએ ૩૨ બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ ૩૫ રન ફટકાર્યા હતા. જ્યારે નાઈબે ૨૫ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૩૫ રન કર્યા હતા. ઝદરને ૨૧ બોલમાં ૨૨ રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી ઈમાદ વાસીમે બે વિકેટ ઝડપી હતી.

(12:22 am IST)