Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

હિમાચલમાં સ્કૂલ ખોલવી મોંઘી પડી : એક મહિનામાં 556 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ

હમીરપુરમાં 13 વર્ષની છોકરીનું કોરોનાથી મોત : હમીરપુર જિલ્લામાં 196 વિદ્યાર્થીઓ, ડૂંગરીની નવોદય વિદ્યાલયમાં 35, બારાની સરકારી સ્કૂલોમાં 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

 

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં સ્કૂલ ખોલવી મોંઘી પડી છે છેકકા એક મહિનામાં 556 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ થયા છે જયારે હમીરપુરમાં 13 વર્ષની છોકરીનું કોરોનાથી મોત  નીપજ્યું છે

રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે એક મહિનામાં લગભગ 550 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ થયા છે. વિવિધ સરકારી અને ખાનગી સ્કૂલોમાં  27 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર સુધી 550 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ થયા છે. 

હમીરપુર જિલ્લામાં 196 વિદ્યાર્થીઓ, ડૂંગરીની નવોદય વિદ્યાલયમાં 35, બારાની સરકારી સ્કૂલોમાં 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિવીટ નીકળ્યાં છે.

છેલ્લા એક મહિનામાં પોઝિટિવ થયેલા

556 માંથી હજુ પણ 250 વિદ્યાર્થીઓ કોરોનાથી પીડિત છે જ્યારે 305 વિદ્યાર્થીઓ તેમાંથી સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 1415 કોરોના કેસો એક્ટિવ છે. કુલ કેસોના છઠ્ઠા ભાગના કેસો તો વિદ્યાર્થીઓના છે. તે ઉપરાંત હમીરપુરમાં કોરોનાને કારણે તાજેતરમાં જ 13 વર્ષની છોકરીનું મોત થયું છે. 

(12:45 am IST)