Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ખેડૂત આંદોલનમાં નવી તાકાત : રાકેશ ટિકૈતના સમર્થનમાં મહાપંચાયતમાં હજારો ખેડૂતો ઉમટ્યા

RLD નેતા જયંત ચૌધરી પણ પહોચ્યા: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ મુજફ્ફરનગરમાં : યુપી કોંગ્રેસ અધ્યક્ષ પણ હાજર

નવી દિલ્હી : દિલ્હીની સરહદ પર છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી ચાલતુ પ્રદર્શન હવે ઝડપી બની ગયુ છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતની મીડિયા સામે આંસૂ વહાવ્યા બાદ મુજફ્ફરનગરમાં ખેડૂતોએ એક મહાપંચાયત બોલાવી હતી, જેમાં હજારો ખેડૂતોએ ભાગ લીધો હતો. આ મહાપંચાયતમાં કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનને લઇને ચર્ચા થઇ હતી. પહેલા કહેવામાં આવતુ હતું કે મહાપંચાયત બાદ ખેડૂત દિલ્હી બોર્ડર પહોચી શકે છે પરંતુ અત્યારે યુપીના ખેડૂત ગાજીપુર નહી જાય. મહાપંચાયતમાં RLD નેતા જયંત ચૌધરી પણ પહોચ્યા હતા. આ સિવાય આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ મુજફ્ફરનગર પહોચ્યા હતા.

ભારતીય કિસાન યૂનિયનના નેતા નરેશ ટિકૈતે મહાપંચાયતને સંબોધિત કરતા કહ્યુ કે અમારૂ આંદોલન ચાલુ રહેશે, અમે ખેડૂતોના હક માટે લડતા રહીશું. ભારે જનમેદનીને જોઇને ઉત્સાહિત ખેડૂત નેતાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતું અને કહ્યુ કે અમારી માંગો યોગ્ય છે, સરકારે તેની પર વિચાર કરવો જોઇએ

જયંત ચૌધરીએ ગંગાજળ અને નમક નીચે પાડી સ્ટેજ પરથી નિવેદન આપ્યુ હતું. જયંત ચૌધરીએ કહ્યુ કે, “મારો પ્રસ્તાવ આ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હુક્કા પાણી બંધ કરવા પડશે, તેમણે કહ્યુ કે જે ગાજીપુર, સિંઘુ બોર્ડર જ્યા પર બેસી શકે છે અને આંદોલન કરે

સરકાર તરફથી સતત ખેડૂત નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી થઇ રહી છે. દિલ્હીમાં થયેલી હિંસા બાદ તમામ મોટા નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ ચુકી છે. બીજી તરફ ગાજિયાબાદ તંત્ર તરફથી પણ આદેશ જાહેર થયો છે કે જલ્દી તેને ખાલી કરી દેવામાં આવે.

આ તમામ ઘટનાઓને લઇને આંદોલન પર બેઠેલા ખેડૂતો પર સતત દબાણ બની રહ્યુ છે, જેમાં યુપીના ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ સામેલ છે. જેને જોતા મુજફ્ફરનગરના જીઆઇસીમાં ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી. આ મહાપંચાયતમાં રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરી પણ પહોચ્યા હતા, તેમણે ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યુ હતું. આ પહેલા જયંત ચૌધરી ખેડૂતોને મળવા ગાજીપુર બોર્ડર પણ પહોચ્યા હતા.

ચૌધરી સિવાય આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ મહાપંચાયતમાં પહોચ્યા હતા, તેમણે પણ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપતા કહ્યુ કે તે પુરી રીતે ખેડૂતો સાથે છે.

ખેડૂતોની આ મહાપંચાયતમાં યુપીના કેટલાક જિલ્લામાંથી ખેડૂતો પહોચ્યા હતા. હજારોની સંખ્યામાં ખેડૂત મહાપંચાયતમાં સામેલ થયા હતા. હવે ગાજીપુરમાં બેઠેલા સાથીઓને સમર્થન આપવાની જાહેરાત બાદ ખેડૂત આંદોલનને એક નવી તાકાત મળી શકે છે. સાથે જ સરકાર માટે પણ એક મોટો પડકાર સાબિત થઇ શકે છે

(12:00 am IST)