Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ પાસે વિસ્ફોટ: ચારથી પાંચ કારને નુકશાન

સ્પેશ્યલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોચી :ફાયરબ્રિગેડની ટીમ પણ દોડી : સમગ્ર . વિસ્તારની ઘેરાબંધી

નવી દિલ્હી : દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ થતા 4થી 5 કારોને નુકસાન થયુ છે. ઘટનામાં કોઇના ઘાયલ થવાના સમાચાર નથી. સ્પેશ્યલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. દિલ્હી પોલીસે આ બ્લાસ્ટની પુષ્ટી કરી છે. પોલીસનું કહેવુ છે કે વિસ્ફોટ રસ્તા પાસે થયો છે.

વિસ્ફોટ ઇઝરાયલી દૂતાવાસથી 150 મીટરના અંતરે થયો છે. ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. દિલ્હી પોલીસના સીનિયર અધિકારી પણ ઘટનાસ્થળે પહોચી ગયા છે. મહત્વપૂર્ણ છે કે ઇઝરાયલ દૂતાવાસ ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત છે. ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યુ કે અમને સાંજે 5.45 વાગ્યે વિસ્ફોટનો કોલ મળ્યો હતો, જે બાદ અમે ઘટનાસ્થળે પહોચ્યા હતા. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે 2012માં મનમોહન સિંહના ઘર 7, રેસકોર્ડ રોડની નજીક ઔરંગઝેબ રોડ પર આવેલી ઇઝરાયલની એમ્બેસીમાં કામ કરતી એક મહિલાની કારમાં બ્લાસ્ટ થયો હતો.

(12:00 am IST)