Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

એલન મસ્કની એકમાત્ર ટ્વિટથી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં 15 ટકાનો ઉછાળો: ભાવ 37,000 ડોલરની સપાટીને કુદાવી

એલન મસ્કે તેના ટ્વિટ પર તેના બાયો પેજમાં બિટકોઇનનો ઉલ્લેખ કર્યો હતો

નવી દિલ્હી :દુનિયાના સૌથી મોટા ધનવાન અને ટેસ્કના માલિક એલન મસ્કની એક ટ્વિટથી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં આજે જંગી ઉછાળો આવ્યો છે. એલન મસ્કે તેના ટ્વિટર એકાઉન્ટ પર બિટકોઇન અંગે માત્ર એક ટ્વિટ કરતા આ ડિજિટલ કરન્સીમાં અધધધ... 15 ટકાનો ઉછાળો આવ્યો અને ભાવ 37,000 ડોલરની સપાટીને કુદાવી ગયા હતા.

છેલ્લા પખવાડિયાથી સુસ્ત પડેલા બિટકોઇનના ભાવ આજે અચાનક ઉછળતા લોકોને આશ્ચર્ય થયુ. આ ઉછાળાનું કારણ છે ટેસ્લાના માલિક એલન મસ્કે બિટકોઇન અંગે કરેલુ ટ્વિટ. એલન મસ્કે તેના ટ્વિટ પર તેના બાયો પેજમાં બિટકોઇનનો ઉલ્લેખ કર્યો છે.

એલન મસ્કે ટ્વિટરમાં માત્ર #bitcoin જ લખ્યુ, તે સિવાય અન્ય કોઇ વાત લખી નથી. તેમ છતાં આજે બિટકોઇનના ભાવમાં જંગી ઉછાળો આવ્યો તેનાથી સૌ કોઇ આશ્ચર્યમાં છે.

(12:46 am IST)