Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ત્રિપુરામાં ૧૦ ટકા ડોઝ થયા બરબાદ

પાંચ રાજ્યોમાં ૫ હજાર ડોઝ નકામા ગયા લોકો રસી મુકાવવા આવ્યા જ નહીં

નવી દિલ્હી તા. ૩૦ : ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રસીના ડોઝ બરબાદ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પાંચ રાજ્યોમાં અત્યાર સુધીમાં પાંચ હજાર ડોઝ બરબાદ થઇ ચૂકયા છે.

રસીકરણ શરૂ થયા પછીથી અત્યાર સુધીમાં ત્રિપુરામાં ૧૦ ટકા ડોઝ નકામા ગયા છે. નિષ્ણાંતો અનુસાર, આનુ સૌથી મોટું કારણ એ છે કે લોકો રસીકરણ માટે આગળ નથી આવતા, રસીની એક શીશી ખોલ્યા પછી ચાર કલાક બાદ તેનો ઉપયોગ નથી કરી શકાતો. ત્યાર પછી તે નકામી થઇ જાય છે. ત્રિપુરાના રસીકરણ અધિકારી ડોકટર કલ્લોલ રોયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં રસીના ૧૬૨૩ ડોઝ એટલે કે ૧૧ ટકા ડોઝ બેકાર થઇ ગયા છે.

ભારતમાં કોરોનાના કેસો ફરી વધતા જણાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮૫૫ નવા કેસો આવ્યા છે. રીકવરી રેટ ૯૬.૯૬ ટકા થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૩ લોકોના મોત થતા મૃતકોની સંખ્યા ૧,૫૪,૦૧૦ થઇ છે.

(11:33 am IST)