Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ રાત્રી કર્ફયુમાં આપી રાહતઃ હવે ૧૦ને બદલે રાત્રે ૧૧ થી સવારના ૬ સુધી રહેશે કર્ફયુ

સોમવારથી ૧૧ થી ૬ કર્ફયુઃ લગ્નોમાં ૨૦૦ મહેમાનોની છુટ

હોલ-હોટલમાં ૫૦ ટકા કેપેસીટી સાથે એકઠા થવાની છુટઃ SOPનું પાલન કરવું ફરજીયાત

નવી દિલ્હી, તા.૩૦: ગુજરાત સરકારે ૧લી ફેબ્રુઆરીથી અમલમાં આવે એ રીતે રાજયના રાજકોટ સહિતના ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુમાં છુટછાટ જાહેર કરી છે જે  હેઠળ હવે રાત્રે ૧૦ને બદલે ૧૧થી સવારના ૬ સુધી કર્ફયુ રહેશે. ઉપરાંત લગ્નોમાં ૨૦૦ સુધીના મહેમાનોને બોલાવવાની છૂટ આપી છે. જો કે SOPનું પાલન કરવાનું રહેશે.

ગુજરાત સહિત દેશમાં કોવિડ-૧૯ સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.૨૭ જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા.૧લી ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી કરવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેની જાહેરાત ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કરી હતી. પંકજ કુમારે સ્પષ્ટ પણે કહ્યું કે, રાજયના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુનો અમલ રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-૧૯ અંગે યોગ્ય વર્તુણકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે તથા જરૂરિયાત પડવા પર કેન્દ્ર અને રાજય સરકારના આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને કાળજીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે. આવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં જિલ્લા સત્તાધિકારી, પોલીસ તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત કન્ટેનમેન્ટ મેઝર્સનું ચુસ્તપણે સમગ્રતયા પાલન કરાવવાનું રહેશે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ નિયત SOPના ચુસ્તપણે પાલન માટે નિર્ધારીત કરવામાં આવેલા દિશાનિર્દેશોની પણ વિશદ ભૂમિકા આપી હતી.

આ સંદર્ભમાં શ્રી પંકજકુમારે કહ્યું કે રાજયમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્ત્િ।ઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્ત્િ।ઓ સંદર્ભે નિયત કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આવી પ્રવૃત્ત્િ। ગતિવિધિઓની વિસ્તૃત વિગતો આપતા તેમણે કહ્યું કે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા other congregation/large gathering સંદર્ભે જે સૂચનાઓનું પાલન કરવાનું છે તેમાં મુખ્યત્વે જે બાબતો આવરી લેવાઇ છે તે મુજબ...

સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે. થર્મલ સ્કેનીંગ, ઓસિમીટર સેગ્નેટાઈઝર સાથેની સગવડતા પૂરી પાડવાની તેમજ, સ્ટેજ, માઈક, સ્પીકર અને ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાની રહેશે.

હેન્ડ વોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.

૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય ઘાતક બિમારીઓથી પીડિત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે.

આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા ગોઠવતા ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે.

તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિદ્યાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે જરુરી પ્રબંધ કરવાનો રહેશે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા.૪/૬/૨૦૨૦ ના પરિપત્ર મુજબ ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરેન્ટ, હોટેલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ SOPના ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહી, પરંતુ મહત્તમ ૨૦૦ વ્યકિતઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. આ હેતુસર www.digitalgujarat.gov.in પોર્ટલ પર Online Registration for Organizing Marriage Function નામના Software પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્ત્।મ ૫૦ વ્યકિતઓની મર્યાદા રહેશે.

હોલ, હોટેલ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરીયમ, કોમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે જેવા બંધ સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, સમારોહ તથા મોટી સંખ્યામાં એકઠા થવાનું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના ૫૦ ટકાની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

જયારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજીક, શૈક્ષણિક, રમત- ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે આ પ્રસંગે લ્બ્ભ્ના બાબતોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકવા પર દંડ

જાહેરમાં થૂંકનારા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો નહિ ઢાંકનારા વ્યકિત રાજય સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે.

રાજયમાં આવેલ ધાર્મિક સ્થળો, હોટેલ અને રેસ્ટોરન્ટ, આતિથ્ય એકમો, શોપિંગ મોલ, કચેરીઓ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા, ૪-૦૬-૨૦૨૦ના હુકમથી બહાર પાકવામાં આવેલ SOPનું તથા ધાર્મિક સ્થળો બાબતે ગૃહ વિભાગના બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સિનેમા હોલ તથા થિયેટર સંદર્ભે Ministry of Information & Broadcasting, Government of Indiaના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સ્વિમિંગપૂલ સંદર્ભમાં Ministry of Youth Affairs & Sports, Government of India દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓના વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

એકઝીબીશના હોલ સંદર્ભમાં Department of Commerce, Government of India દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ટ્રાવેલિંગ કરવા પર શું ધ્યાન રાખવું?

અન્ય જુદી-જુદી પ્રવૃત્ત્િ।ઓ જેમાં ટ્રેન મારફતે મુસાફરોની અવર-જવર, હવાઈ મુસાફરી, મેટ્રો ટ્રેન, શાળાઓ, ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ, યોગા સેન્ટર, જીમનેશિયમ સંબંધમાં કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ SOPનું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે કરવાનું રહેશે તથા જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરશ્રીઓએ સી.આર.પી.સી. કલમ–૧૪૪ હેઠળ જરૂરી જાહેરનામાં બહાર પાડવાના રહેશે.

આ જાહેરનામાની જોગવાઇઓ/કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરનાર વ્યકિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ તેમજ IPC, ૧૮૬૦ના જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે, એમ પણ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે આ જાહેરનામા અંગેની વિગતો આપતા ઉમેર્યું હતું.

રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-૧૯ના એકિટવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

એટલું જ નહીં ગુજરાતમાં તો રાજય સરકારના સદ્યન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે. રાજયમાં પેશન્ટ રિકવરી રેટ ૯૬.૯૪ સુધી લઇ જવામાં સફળતા મળેલી છે.

(3:20 pm IST)