Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

બજેટમાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા ઈન્સેન્ટિવ જાહેર કરે તેવી અપેક્ષા

આગામી વર્ષ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો લક્ષ્‍યાંક ઊંચું મુકાશે

નવી દિલ્હી : કોરોના કાળ દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં જોવા મળેલી ગતિ જળવાઈ રહે તે હેતુસર સરકાર આગામી બજેટમાં ડિજિટાઈઝેશનને પ્રાધાન્ય આપી ડિજિટલ પેમેન્ટને વેગ મળે તે માટે વિવિધ ઈન્સેન્ટીવની જાહેરાત કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે રૂ. ૪૬૩૦ કરોડનો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો લક્ષ્‍યાંક મુક્યો હતો. જે પૈકી તા. ૨૩ જાન્યુઆરી સુધી રૂ. ૩૯૫૦ કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે. આમ આ આંકડા જોતા આ લક્ષ્‍યાંક સરળતાથી હાંસલ થશે અને આગામી વર્ષ માટે આ લક્ષ્‍યાંક ઊંચું મુકાશે તેમ જાણવા મળે છે.

(1:06 pm IST)