Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સની ન્યુ બિઝનેસ પ્રીમિયમની આવક રૂ.૧૪.૪૩૭ કરોડે પહોંચી

રાજકોટ તા. ૨૯ : એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦  ના પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ન્યુ બિઝનેસ પ્રીમિયમ સ્વરૂપે રૂ. ૧૪.૪૩૭ કરોડ મેળવ્યા હતા. એજ રીતે વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ચાલુ વર્ષના સમીક્ષાના ગાળામાં સિંગલ પ્રીમિયમમાં ૪૨ ટકાનો વધારો થયો છે.

વીમા કવચ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરનાર એસ.બી.આઇ. લાઇફે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં વીમા વ્યવસાયના ન્યુ બિઝનેસ પ્રીમિયમની આવક રૂ.૧.૬૧૮ કરોડ કરી છે. જે વાર્ષિક ધોરણે ૧૨ ટકાની વૃધ્ધિ છે. એજ રીતે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ પૂર્ણ થયેલા ગાળા માટે ન્યુ બિઝનેસ પ્રીમિયમની આવક ૩૬ ટકા વધીને રૂ. ૪૮૮ કરોડ થઇ છે. વ્યકિતગત ન્યુ બિઝનેસ પ્રીમિયમની આવક રૂ.૮,૧૨૮ કરોડ હતી.

૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ પૂર્ણ થયેલા ગાળા માટે એસબીઆઇ લાઇફનો કરવેરાની ચુકવણી પછીનો નફો રૂ.૯૨૩ કરોડ અને એયુએમ ૨૮ ટકા વધીને રૂ.૨.૦૯.૪૯૫ કરોડ થઇ હતી.

(2:34 pm IST)