Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર તૈયાર, પી.એમ.ᅠમોદીએ કહ્યુ- એક ફોન કોલ દૂર

નવી દિલ્‍હી,તા. ૩૦: કેન્‍દ્રના ત્રણ નવા કળષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્‍હી બોર્ડર પર ૬૬ દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. બજેટ સત્ર પહેલા તમામ પક્ષની સર્વદળીય બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ખેડૂતો સાથે સરકાર વાતચીત માટે તૈયાર છે. પીએમ મોદીએ કહ્યુ કે, માત્ર એક ફોન કોલ દૂર છીએ.

ગાજીપુર, સિંધુ અને ટિકરી બોર્ડર અને આસપાસના વિસ્‍તારમાં ૩૧ જાન્‍યુઆરી સુધી તમામ ટેલીકોમ સર્વિસેજ પર રોક લગાવી દેવામાં આવી છે. એટલે કે કાલ સુધી આ વિસ્‍તારમાં ફોન, ઇન્‍ટરનેટની સેવા નહી મળી શકે. તંત્રએ આ નિર્ણય ખેડૂત પ્રદર્શનની સ્‍થિતિ સામાન્‍ય બનાવી રાખવા માટે કર્યો છે. આ પહેલા ટિકરી અને સિંઘુ બોર્ડર પર માત્ર ઇન્‍ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી હતી.

 

(3:43 pm IST)