Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ભારત સામે પાકિસ્‍તાન અને ચીને નવુ કાવતરૂ રચ્‍યુઃ બેઇજિંગે ઇસ્‍લામાબાદ માટે બીજા યુદ્ધ જહાજનું નિર્માણ કર્યુ

બેઇજિંગઃ ભારત સામે પાકિસ્તાન અને ચીને નવું કાવતરુ રચ્યું છે. જેના માટે બેઇજિંગે ઇસ્લામાબાદ માટે બીજું યુદ્ધ જહાજ બનાવ્યું.લદ્દાખમાં ભારતીય સેના સામે પછડાટ ખાધા બાદ ચીન પોતાના ખાસ મિત્ર પાકિસ્તાનને સહારે ભારતને ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહ્યું છે .આ જહાજ શ્રેષ્ઠ રડાર પ્રણાલી એને મિસાઇલથી સજ્જ છે.

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે આનાથી પાકિસ્તાનના સમુદ્રની રક્ષા અને રક્ષા ક્ષમતામાં વધારો થશે. નેવલ મિલીટરી સ્ટડીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ટ રિસર્ચ ફેલો ઝાંગ જુનશેએ અખબારને જણાવ્યું કે નવું Frigate ટાઇપ 054 A પર આધારિત છે. અને તે ચીનનું સૌથી અત્યાધુનિક યુદ્ધ જહાજ છે.

પાકિસ્તાને ચીન સાથે આવા 4 જહાજના કરાર કર્યા

પાકિસ્તાની નૌકાદળે ચીન સાથે 054 A/P ટાઈપના 4 યુદ્ધ જહાજ (Pak China Warship)ના નિર્માણ માટે 2017માં કરાર કર્યો હતો. પહેલું Frigate ઓગસ્ટ 2020માં તૈયાર કરાયું હતું. પાકિસ્તાન માટે બીજું યુદ્ધ જહાજ શુક્રવારે શાંઘાઈમાં તૈયાર કરાયું.

આ ચીનનું સૌથી એડવાન્સ ફ્રિગેટ છે

આ જંગીજહાજ ચીની પીપલ્સ લિબરેશન આર્મી નૌકાદળનો મુખ્ય આધાર છે. PLA પાસે આવા 30 જંગીજહાજ છે. નેવલ મિલેટ્રી સ્ટડીઝ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વરિષ્ઠ રિસર્ચ ફેલો ઝાંગ જુનશેએ કહ્યું કે, નવું ફ્રિગેટ ટાઈપ 054A પર આધારિત છે અને આ ચીનનું સૌથી એડવાન્સ ફ્રિગેટ છે.

પાક. સેનાનો ચીન સાથે 8 સબમરીનની પણ સોદો

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન નૌકાદળે ચીન સાથે 8 સબમરીનની પણ ડીલ કરી છે. આ સબમરીન ટાઈપ 039B યુઆન ક્લાસની છે.

આ ડિઝલ ઈલેક્ટ્રિક સબમરીન છે. જેમાં એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ લાગેલી હોય છે.એર ઈન્ડિપેન્ડેન્ટ પ્રપલ્શન સિસ્ટમના કારણે આમા ઓછો અવાજ થાય છે. જેનાથી આની પાણી નીચે ભાળ મેળવવી મુશ્કેલ હોય છે.

(4:58 pm IST)