Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ચીન સાથે ટકરાવ વચ્ચે બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે મોટી જાહેરાત થવાની આશા

બજેટમાં આત્મનિર્ભર અભિયાનની ઝલક હોઇ શકે :નવા હથિયારોને ખરીદવા અને આધુનિકીકરણ માટે જોગવાઈ હોય શકે

નવી દિલ્હી :આગામી 1 ફેબ્રુઆરી એટલે સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. કોરોના કાળમાં રજૂ કરવામાં આવી રહેલા આ બજેટથી લોકોને ઘણી આશા છે બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે મોટી જાહેરાતની આશા છે. ચીન સાથે ટકરાવને કારણે એવુ માનવામાં આવી રહ્યુ છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ ડિફેન્સ સેક્ટર માટે ભારે બજેટની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે ડિફેન્સ બજેટમાં આત્મનિર્ભર અભિયાનની ઝલક હોઇ શકે છે. કહેવાનો અર્થ એ છે કે સ્વદેશી હથિયારો પર ભાર આપવામાં આવી શકે છે

મહત્વપૂર્ણ છે કે નાણાકીય વર્ષ 2020 માટે  મોદી સરકારે સંરક્ષણ બજેટમાં 6 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે જ ડિફેન્સ સેક્ટરનું બજેટ વધીને 3.37 લાખ કરોડ રૂપિયા થઇ ગયુ હતું. એક વર્ષ પહેલા સંરક્ષણ બજેટ 3.18 લાખ કરોડ હતું. કેન્દ્ર સરકારે નવા હથિયારોને ખરીદવા માટે આધુનિકીકરણ માટે 1 લાખ 10 હજાર 734 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા

બજેટ બાદ કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને બૂસ્ટ આપવા માટે સરકારે ડિફેન્સ સેક્ટરમાં પણ કેટલીક મોટી જાહેરાત કરી હતી, ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ હતું કે આવા હથિયાર, વસ્તુઓ, સ્પેયર્સને નોટિફાઇ કરશે જેમાં આયાતને બેન કરવામાં આવે અને સ્વદેશી વસ્તુ પુરી પાડવામાં આવશે

આ સિવાય ઓર્ડિનન્સ ફેક્ટરીનું કોર્પોરેટાઇજેશન થશે, પ્રાઇવેટાઇજેશન નહી રહે, તેમણે જણાવ્યુ કે ડિફેન્સ સેક્ટરમાં સ્વદેશી હથિયારો માટે અલગથી બજેટ બનશે, જેનાથી ઘરેલુ કંપનીઓને ફાયદો થશે.

આટલુ જ નહી, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે ઓટોમેટિક રૂટથી એફડીઆઇની લિમિટ 49 ટકાથી વધીને 74 ટકા કરવામાં આવી ચુકી છે

(7:49 pm IST)