Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખપદે જય શાહ : અભિનંદનવર્ષા

એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના પ્રમુખ પદે બીસીસીઆઇના સેક્રેટરી શ્રી જય અમિતભાઈ શાહની નીમણૂંક થઈ છે. ભારતીય ક્રિકેટ જગતના મુકુટમાં એક નવી સિદ્ધિ ઉમેરાઈ છે

સામાન્ય રીતે, બીસીસીઆઈના પ્રેસિડન્ટ એસીસીના વડા તરીકેનો કાર્યભાર સંભાળે છે, પરંતુ આ કિસ્સામાં, આ પદ  બીસીસીઆઈના સચિવને મળ્યું છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં હવે ભારતનો દબદબો જોવા મળશે. હકીકતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બની ગયા છે. જય શાહે નઝમુલ હસનની જગ્યા લીધી છે. 

ભારતીય ક્રિકેટ બોર્ડ ના સચિવ જય શાહને સર્વસંમત્તિથી એશિયન ક્રિકેટ પરિષદ (ACC) ના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. શાહ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પ્રમુખ નઝમુલ હસન પાપોનનું સ્થાન લેશે.

બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ સિંહ ધૂમલે ટ્વિટર પર આ સમાચાર આવ્યા છે. ધૂમલે લખ્યુ, એશિયન ક્રિકેટ પરિષદના અધ્યક્ષ બનવા માટે જય શાહને શુભેચ્છા. મને વિશ્વાસ છે કે એસીસી તમારા નેતૃત્વમાં નવી ઉંચાઈઓ પર પહોંચશે અને એશિયન ક્ષેત્રના ક્રિકેટરોને ફાયદો થશે. સફલ કાર્યકાલ માટે મારી શુભકામનાઓ.

એસીસીની પાસે એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન કરાવવાની જવાબદારી હોય છે. કોવિડ-19 મહામારીને કારણે 2020મા રમાનાર એશિયા કપ આ વર્ષે જૂન માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને શરૂઆતમાં ટૂર્નામેન્ટની યજમાની કરવાની હતી પરંતુ હવે તેનું આયોજન શ્રીલંકા કે બાંગ્લાદેશમાં થઈ શકે છે. 

(10:37 pm IST)