Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

દિલ્હીમાં ટ્રેક્ટર રેલીમાં હિંસા મામલે અત્યાર સુધીમાં 38 કેસ દાખલ: 84 લોકોની ધરપકડ

હિંસા બાદ દિલ્હીની સિંધુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ

નવી દિલ્હી : દિલ્હી પોલીસએ 26 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર પરેડ  દરમિયાન હિંસાના મામલામાં અત્યાર સુધી 38 કેસ નોંધ્યા છે અને 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે

ત્રણ નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર પરેડમાં હિંસાને કારણે દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે અફરાતફરી મચી ગઈ હતી. અનેક પ્રદર્શનકારી લાલકિલ્લા પરિસરમાં ઘુસી ગયા અને ત્યાં ધ્વજ-સ્તંભ પર પોતાનો ઝંડો લગાવી દીધો, જ્યાં પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.

આ પરિસરમાં હિંસા દરમિયાન 300થી વધુ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. રેલી દરમિયાન ટ્રેક્ટર પલટવાને કારણે એક કિસાનનું મોત થયું હતું. હિંસા બાદ દિલ્હીની સિંધુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. આ તમામ જગ્યાઓ પર વધારાના સુરક્ષા દળની તૈનાતી પણ કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે શુક્રવારે 9 કિસાન નેતાઓને તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ પોલીસ પાસે પહોંચ્યા નથી

(10:36 pm IST)