Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

પુલવામામાં સુરક્ષાદળો વચ્ચે ઘેરાયેલા બે આતંકીઓએ આત્મ સમર્પણ કર્યું

એ પહેલાં આતંકવાદીઓના પરિવારજનોએ બંનેને ઘરે પાછા આવી જવાની અપીલ કરી હતી

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો વચ્ચે ઘેરાઈ ગયેલા બે આતંકવાદીઓએ આત્મ સમર્પણ કરી દીધું હતું. એ પહેલાં આતંકવાદીઓના પરિવારજનોએ બંનેને ઘરે પાછા આવી જવાની અપીલ કરી હતી.
સુરક્ષાદળોએ પુલવામામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા અને તે સિવાયના આતંકવાદીઓ ભાગતા ફરતા હતા. ત્રણ આતંકવાદીઓ ઠાર થયાના બીજા દિવસે જ બે આતંકવાદીઓ પકડાઈ ગયા હતા.
સુરક્ષાદળોના કાફલા વચ્ચે ઘેરાઈ ગયેલા બે આતંકવાદીઓએ હથિયારો હેઠા મૂકીને આત્મ સમર્પણ કર્યું હતું. એ પહેલાં બંને આતંકવાદીઓના પરિવારજનોએ બંનેને ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી. અકીલ અજમલ અને રૌફ ઈસ્લામને તેના પરિવારે ભાવસભર મેસેજ પાઠવતા કહ્યું હતું કે હજુ પણ મોડું થયુ નથી, હજુ પણ પાછા આવીને નવેસરથી જીવન શરૃ કરી શકશો. એ પછી બંનેએ આત્મ સમર્પણ કર્યું હતું એવું સુરક્ષાદળોએ કહ્યું હતું.
દરમિયાન એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે પાક. લશ્કરે બેફામ તોપમારો ચાલુ રાખ્યો હતો. બીએસએફના જવાનોએ આ તોપમારાનો જવાબ આપ્યો હતો. સતત તોપમારાથી સરહદી વિસ્તારોમાં દહેશત ફેલાઈ હતી. બીએસએફે બે ક્રોસબોર્ડર ટનલનો પણ પર્દાફાશ કર્યો હતો.

(11:54 pm IST)