Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય : રેલીઓ, દેખાવો અને પાર્ટીઓ પર 15 દિવસ સુધી પ્રતિબંધ મુકાયો

લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય લીધો: શાળાઓ અંગે સૂચનો માંગ્યા

બેંગ્લુરુ : કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં 15 દિવસ સુધી દેખાવો રેલીઓ અને પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. જો કે રાજ્ય સરકારે રાહત આપીને લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાના કેટલાક નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે સરકારે મહત્વપૂર્ણ પગલા લીધા છે

આ નિર્ણય અંગે માહિતી આપતાં કર્ણાટક સરકારે કહ્યું કે, અમે શાળાઓ અને કોલેજો બંધ કરીશું નહીં. અમે શાળાઓ અંગેના સૂચનો માંગ્યા છે, જેની પરીક્ષા 15 દિવસ પછી પૂરી થશે ત્યારે તેની સમીક્ષા કરવામાં આવશે, કર્ણાટક સરકારે આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે,” આજથી આગામી 15 દિવસ માટે રાજ્યમાં કોઈ રેલીઓ અને દેખાવો યોજવામાં આવશે નહીં . રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી ઉજવણી પર પણ આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકડાઉન અમલમાં નથી કર્ણાટક સરકારે કહ્યું કે જે લોકો માસ્ક પહેરશે નહીં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)